News Continuous Bureau | Mumbai
Ahmedabad City Police :આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ-2025 નું આયોજન કરાયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમી એકતાને જાળવવા હિન્દુ – મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતા કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ (ખંડાલા) સરસપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Gujarat Solar Water Filter : ગુજરાતની ત્રણ યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને તૈયાર કર્યું સૌર ઉર્જા થી પાણી શુદ્ધ થાય તેવું ડિવાઈસ; જાણો આ સંશોધન વિશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક તથા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજના હસ્તે આ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, વિવિધ સંપ્રદાયના સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.