Site icon

Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

Ahmedabad Metro : અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક થઈ

Ahmedabad Metro More than 15 lakh people traveled in the metro during the 9 IPL matches in Ahmedabad.

Ahmedabad Metro More than 15 lakh people traveled in the metro during the 9 IPL matches in Ahmedabad.

  News Continuous Bureau | Mumbai

Ahmedabad Metro :

Join Our WhatsApp Community

અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની ૯ મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઇપીએલની ૯ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.

અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહિ અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક પણ થઈ છે.

આઇપીએલની ૯ મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો ૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી. ૯ એપ્રિલના રોજ ૧,૭૨,૨૪૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી. ૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી. ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી. ૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : IPL 2025 final : ફાઇનલ હાર્યા પછી પણ પ્રીતિ ઝિન્ટાને મળ્યા કરોડો, જાણો કેટલો લાગશે ટેક્સ

૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version