Site icon

Ahmedabad: રેલવે બોર્ડ ના એડીશનલ મેમ્બર (કોમર્શિયલ)એ લીધી અમદાવાદ મંડળની મુલાકાત, આ સ્ટેશનનું કર્યું નિરીક્ષણ..

Ahmedabad: રેલવે બોર્ડ ના એડીશનલ મેમ્બર (કોમર્શિયલ)ની અમદાવાદ મંડળ ની મુલાકાત.

AhmedabadAdditional Member (Commercial) of Railway Board visited Ahmedabad Mandal, inspected this station.

AhmedabadAdditional Member (Commercial) of Railway Board visited Ahmedabad Mandal, inspected this station.

News Continuous Bureau | Mumbai

Ahmedabad:  રેલવે બોર્ડ ના એડિશનલ મેમ્બર (કોમર્શિયલ) શ્રી મુકુલ સરણ માથુરે ( Mukul Saran Mathur ) 15 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદ મંડળ ની મુલાકાતે લીધી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદ રેલવે સ્ટેશન ના રિડેવલપમેન્ટ સાઇટ અને અમદાવાદ ના એનએચએસઆરસીએલ સ્ટેશન ( NHSRCL Station ) નું નિરીક્ષણ કર્યું હતું. 

Join Our WhatsApp Community

એડિશનલ મેમ્બર ( Railway Board ) (કોમર્શિયલ) શ્રી માથુરે અમદાવાદ સ્ટેશનના ( Ahmedabad Station ) રિડેવલપમેન્ટ સાઈટ ની મુલાકાત લીધી હતી અને કામની પ્રગતિનું અવલોકન કર્યું હતું અને સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અમદાવાદના એનએચએસઆરસીએલ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શ્રી માથુરે અમદાવાદ સ્ટેશન પર રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ), નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL  ) અને અમદાવાદ મંડળ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમદાવાદ મંડળ પર ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. શ્રી માથુરે કામમાં ઝડપ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

આ સમાચાર પણ વાંચો :   Sonnalli seygall: દેવોલિના બાદ હવે પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ એ ખાસ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત

શ્રી માથુરની સાથે આ દરમિયાન અમદાવાદ મંડળ ના ડીઆરએમ શ્રી સુધીર કુમાર શર્મા, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી સંજીવ કુમાર, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદ મંડળ ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version