Site icon

CBI Court Ahmedabad: CBI કોર્ટે તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્નીને આ કેસમાં સંભળાવી 3 વર્ષની કેદની સજા, ફટકાર્યો આટલો દંડ..

CBI Court Ahmedabad: નિયુક્ત CBI કોર્ટે ખોટા/બનાવટી TDS પ્રમાણપત્રોના આધારે TDS રિફંડ મેળવવાના કેસમાં બે આરોપી ખાનગી વ્યક્તિઓને કુલ રૂ. 60,000/-ના દંડ સાથે 3 વર્ષની કેદની સજા ફટકારી

CBI court sentenced the then income tax practitioner and his wife to 3 years imprisonment in this case

CBI court sentenced the then income tax practitioner and his wife to 3 years imprisonment in this case

News Continuous Bureau | Mumbai

CBI Court Ahmedabad: CBl કેસો માટે અમદાવાદ (ગ્રામ્ય) માટેની સ્પેશિયલ ACJM કોર્ટે 29.11.2024ના રોજ બે આરોપી શ્રી સુરેશ જી. પ્રજાપતિ, તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્ની શ્રીમતી શોભનાબેન સુરેશ પ્રજાપતિ (બંને ખાનગી વ્યક્તિઓ)ને ખોટા/બનાવટી TDS પ્રમાણપત્રના આધારે TDS રિફંડ મેળવવાના કિસ્સામાં કુલ 03 વર્ષની કેદ અને રૂ. 60,000/-ના દંડની સજા ફટકારી છે.  

Join Our WhatsApp Community

સીબીઆઈએ ( CBI  ) 31.12.2007ના રોજ બોગસ TDS પ્રમાણપત્રોના ( TDS certificates ) આધારે વોર્ડ 12(3), આવકવેરા કચેરી, નારાયણ ચેમ્બર્સ, અમદાવાદમાંથી આવકવેરા રિફંડ નિયમિતપણે કરવામાં આવતા હોવાના આક્ષેપો પર તાત્કાલિક કેસ નોંધ્યો હતો. એવું બહાર આવ્યું હતું કે શ્રી સુરેશભાઈ જી. પ્રજાપતિ, ઈનકમ ટેક્સ પ્રેક્ટિશનર અમદાવાદે વ્યક્તિગત આકારણીઓના નામે સંખ્યાબંધ આઈટી રિટર્ન ફાઈલ કર્યા હતા. આ આવકવેરા રિટર્નની ( Income Tax Return ) સાથે, સંખ્યાબંધ TDS પ્રમાણપત્રો પણ જોડવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે આ TDS પ્રમાણપત્રો બોગસ હોવા છતાં, વોર્ડ 12(3), અમદાવાદમાંથી આશરે રૂ. 3,61,298/-ના રિફંડની મંજૂરી આપવામાં આવી હતી, જેનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Singham again OTT release: સિંઘમ અગેન ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

તપાસ પૂર્ણ કર્યા પછી, સીબીઆઈએ ( CBI Court Ahmedabad ) આરોપીઓ સામે 31.12.2008 અને 03.01.2011ના રોજ બે ( charge sheet )  ચાર્જશીટ  દાખલ કરી.

ટ્રાયલ પછી, કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા અને તે મુજબ સજા ફટકારી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version