News Continuous Bureau | Mumbai
Jagannath Rath Yatra 2025: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા.
દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી પૂજા-અર્ચના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Jagannath Rath Yatra 2025: અમદાવાદમાં 148મી ભવ્ય યાત્રાનું આયોજન
અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંતો- મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.