Site icon

Lok Sabha Election 2024: ૧૮ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે વધુ ૧૬ ફોર્મ ઉપડ્યાં જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયાં

Lok Sabha Election 2024: અમદાવાદ પૂર્વ બેઠક માટે ૯ ફોર્મ ઉપડ્યાં, ૧૪ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે ૮ ફોર્મ ઉપડ્યાં, ૪ ફોર્મ રજૂ કરાયાં. બંને બેઠકો પર અત્યારસુધીમાં કુલ ૧૮૦ ફોર્મ ઉપડ્યાં તથા ૩૯ ફોર્મ રજૂ કરવામાં આવ્યા. આજે સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી કોરા ઉમેદવારી પત્ર મળશે

On April 18, 16 more forms were released for both the seats in Ahmedabad district while a total of 18 forms were submitted

On April 18, 16 more forms were released for both the seats in Ahmedabad district while a total of 18 forms were submitted

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:   લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે આજરોજ (૧૮ એપ્રિલ) કુલ ૧૬ ફોર્મ ઉપડ્યા જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયા છે. જે પૈકી અમદાવાદ પૂર્વ બેઠક માટે ૯ ફોર્મ ઉપડ્યા, ૧૪ ફોર્મ રજૂ કરાયા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૮ ફોર્મ ( Forms ) ઉપડ્યા, ૪ ફોર્મ રજૂ કરાયા છે. આમ, બંને બેઠકો પર અત્યારસુધીમાં કુલ ૧૮૦ ફોર્મ ઉપડ્યાં, ૩૯ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ ( Ahmedabad ) પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

આ સમાચાર પણ વાંચો :  Karnataka: કર્ણાટકમાં ફૈયાઝે ધોળે દાડે કોંગ્રેસ કોર્પોરેટર ની દીકરી નેહાને મારી નાખી. કારણ.. પ્રેમનો અસ્વીકાર…

Lok Sabha Election 2024:  અમદાવાદ સમક્ષ આજે સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે

જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર ( candidacy letter ) મેળવીને ભરી શકાશે.

આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની ( Election Officer )  કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version