Lok Sabha Elections: અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો – ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

Lok Sabha Elections: અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કેના હસ્તે 'રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઇ. સંયુક્ત સીઈઓ શ્રી પી.ડી. પલસાણા અને શ્રી એ.બી. પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP ( Turnout implementation Plan ) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર અમદાવાદ શહેર અને જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  

Join Our WhatsApp Community
'Run for Vote' program held at Sabarmati Riverfront for voting awareness in Ahmedabad district.

‘Run for Vote’ program held at Sabarmati Riverfront for voting awareness in Ahmedabad district.

 

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કેના હસ્તે ‘રન ફોર વોટ’ને (  Run for Vote ) ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે સંયુક્ત સીઈઓ શ્રી પી.ડી. પલસાણા અને શ્રી એ.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, ઔડાના સીઈઓ શ્રી ડી.પી. દેસાઈ, આરએમસી શ્રી રવીન્દ્ર ખટાલે, ડે. મ્યુનિ. કમિશનર શ્રી આઈ.કે. પટેલ તથા શ્રી રમેશ મેરજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી.

‘Run for Vote’ program held at Sabarmati Riverfront for voting awareness in Ahmedabad district.

રિવરફ્રન્ટ ( Sabarmati Riverfront ) ખાતે આયોજિત ‘રન ફોર વોટ’માં અંદાજિત ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. સાબરમતી ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલબ્રિજ પરત ફરી હતી.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ ‘રન ફોર વોટ’ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ પણ મતદાન જાગૃતિ ( Voting awareness ) અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો. 

‘Run for Vote’ program held at Sabarmati Riverfront for voting awareness in Ahmedabad district.

આ સમાચાર પણ વાંચો :  Mumbai news : Trans harbour link માત્ર ચાર મહિનામાં 10 લાખથી વધુ વાહનો સાથે કરોડોની કમાણી.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત આગામી તા. ૭મી મેએ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે  ‘રન ફોર વોટ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

‘Run for Vote’ program held at Sabarmati Riverfront for voting awareness in Ahmedabad district.

અમદાવાદમાં ( Ahmedabad )  સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં  ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર શ્રી સી.એમ.ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબહેન ગુપ્તા,  જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મેઘા તેવાર, જિલ્લા અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version