News Continuous Bureau | Mumbai
Train Cancellations Update: અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ખોડિયાર-સાબરમતી વચ્ચે રેલવે ક્રોસિંગ નં. 239 પર અંડરપાસ (RUB) બાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :
પૂર્ણપણે રદ ટ્રેન
• 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 79435/79436 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમૂ રદ રહેશે.
આંશિક માર્ગ પરિવર્તિત ટ્રેનો
આ સમાચાર પણ વાંચો : Mohammed Murtaza Vania: ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં રાઈફલ શુટીંગમાં સુરતના મોહમ્મદ વાનિયાની માસ્ટરી
• 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-સાબરમતી (ધરમ નગર સાઈડ) – અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ સાઈડ) – અમદાવાદના રસ્તે ચાલશે.
• 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 20902 ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-સાબરમતી (ધરમ નગર સાઈડ) – અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ સાઈડ) – અમદાવાદના રસ્તે ચાલશે.
ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.