News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ( Ahmedabad Mandal ) હંમેશા નવીનતા અને મુસાફરોના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને હંમેશા મુસાફરોના લાભ માટે વિશ્વસનીય, કુશળ અને સુલભ સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે. મંડળે પોતાના મુસાફરો માટે સુવિધાઓને અપગ્રેડ કરવા તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેની સુવિધાઓના વિસ્તરણ સહિત તેમના સમગ્ર પ્રવાસના અનુભવને સુધારવાના ઉદ્દેશથી ઘણા પેસેન્જર-કેન્દ્રિત કામ માટે પ્રયત્નો કર્યા છે જેમાં વિકલાંગ વ્યક્તિઓ માટેની સુવિધાઓનું વિસ્તરણ સામેલ છે .
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળનું લક્ષ્ય દિવ્યાંગજનોને ( handicapped ) અનુકૂળ પાયાગત માળખું તૈયાર કરવાનું છે. જેના હેઠળ કેટલાય કામની યોજના બનાવવામાં આવી છે, જેમાં વ્હીલચેર ઉપયોગકર્તાઓ અને ગતિશીલતામાં ઉણપવાળા યાત્રીઓ માટે સરળ અવરજવરની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર રેમ્પ અને રેલિંગ લગાવવી સામેલ છે. દિવ્યાંગ યાત્રીઓની ( disabled passengers ) જરૂરીયાતોને પૂરી કરવા માટે સ્ટેશનના પ્રવેશ દ્વારોની પાસે વિશેષરૂપે ડિઝાઈન કરાયેલા શૌચાલય અને પીવાના પાણીના બૂથ અને આરક્ષિત પાર્કિંગ સ્થળોની જોગવાઈ કરવામાં આવી છે. અંધજન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ સ્ટેશન પર બ્રેઈલ સાઈનેજીસની જોગવાઈ કરવામાં આવી છે. 25 સ્ટેશનો પર ઓટોમેટિક તથા 69 સ્ટેશનો ( Railway Station ) પર મેન્યુઅલ યાત્રી ઉદઘોષણા સિસ્ટમ લગાવવામાં આવી છે, સ્ટેશનો પર ગ્લો સાઈન પેસેન્જર ગાઈડન્સ બોર્ડ, એલઈડી સ્ટેશન નામ બોર્ડ વગેરે પણ લગાવવામાં આવ્યા છે.
અમદાવાદ મંડળના 5 સ્ટેશનો અમદાવાદ, ગાંધીધામ, ભુજ, મહેસાણા અને પાલનપુર પર 26 એસ્કેલેટર્સ તથા 10 સ્ટેશનો અમદાવાદ, ભુજ, મહેસાણા, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, સામાખ્યાળી, ભચાઉ, વડનગર, મણિનગર પર 29 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે જે દિવ્યાંગ અને બીમાર યાત્રીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ અત્યાધુનિક સુવિધાઓ દિવ્યાંગજન યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે તેમનો યાત્રા અનુભવ શક્ય એટલો સરળ અને આરામદાયક રહે. પ્લેટફોર્મ વિસ્તરણ કામ, પ્લેટફોર્મ સપાટીના સુધાર અને એપગ્રેડેશન, પ્લેટફોર્મ કવર શેડની જોગવાઈ/પ્રતિસ્થાપના/વિસ્તરણ વગેરે પણ કરવામાં આવી રહ્યા છે. મંડળના વિવિધ સ્ટેશનો પર 79 વોટર કૂલર ઉપલબ્ધ છે જેનાથી યાત્રીઓને ઠંડુ પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે.

Upgradation of passenger-centric facilities by Ahmedabad Division of Western Railway, rail passengers are getting these state-of-the-art facilities
આ સમાચાર પણ વાંચો : Express Train : 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે
Western Railway: અમદાવાદ મંડળ પર અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ન્યુ ભુજ સ્ટેશનોનું મુખ્ય અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે
અમદાવાદ મંડળ પર અમ્બ્રેલા વર્ક (પીએચ-53) હેઠળ લગભગ 147 કરોડ રૂ. ના ખર્ચે 12 સ્ટેશનો હળવદ, ગાંધીધામ, ખારાઘોડા, ચીરઈ, કંડલા પોર્ટ, દેત્રોજ, સિદ્ધપુર, ન્યુ ખારી, છારોડી, શીરવા નરોડા અને લિંચ ઉપર નવા ગુડ્ઝ શેડ્સ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાનમાં આ ગુડ્ઝ શેડ્સ ઉપર દર મહિને 459 રેક્સનું ડીલિંગ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ કામ પૂરૂં થયા પછી દર મહિને 675 રેક્સનું ડીલિંગ કરી શકાશે. જેનાથી રેલવેના રેવેન્યુમાં વૃદ્ધિ થશે.
Upgradation of passenger-centric facilities by Ahmedabad Division of Western Railway, rail passengers are getting these state-of-the-art facilities
અમદાવાદ મંડળ પર અમદાવાદ ( Ahmedabad ) , સાબરમતી, ગાંધીધામ અને ન્યુ ભુજ સ્ટેશનોનું મુખ્ય અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે આ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપી ગતિથી કરવામાં આવી રહ્યું છે. સાથે જ અમૃત સ્ટેશન યોજના હેઠળ લગભગ 515 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ મંડળના 16 સ્ટેશનો અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામાખ્યાળી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભીલડી, હિમ્મતનગર, ભચાઉ, વિરમગામ, ધ્રાંગધ્રા, કલોલ, પાલનપુર અને પાટણ સ્ટેશનો પર પુનઃવિકાસ કામ કરવામાં આવી રહ્યું છે. આમાં સ્ટેશનોનું અપગ્રેડેશન ( Stations Upgradation ) તથા પુનઃવિકાસ, વર્તમાન સુવિધાઓમાં સુધારો, સર્ક્યુલેટિંગ વિસ્તાર અને પ્રકાશ વ્યવસ્થામાં સુધારો, 12 મીટર પ્હોળા ફુટ ઓવર બ્રિજ, લિફ્ટ, બેસવાની વ્યવસ્થા અને એર-કંડીશનિંગ સાથે પ્રતિક્ષાગૃહનું આધુનિકીકરણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ સમગ્ર રેલ્વે નેટવર્કમાં સર્વસમાવેશક અને પેસેન્જર-ફ્રેંડલી વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દિવ્યાંગજન યાત્રીઓ અને અન્ય યાત્રી-કેન્દ્રિત સુવિધાઓ માટે સુનિયોજિત વિકાસ બધા માટે યાત્રા અનુભવને ઉત્તમ બનાવવાના સતત પ્રયત્નોનો ભાગ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.