Site icon

Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો… આ તારીખના અમદાવાદ અને હુબ્બલ્લી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Western Railway : 25 માર્ચના રોજ ચાલશે અમદાવાદ અને હુબ્બલ્લિ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

A special train will run between Ahmedabad and Hubballi on March 25

A special train will run between Ahmedabad and Hubballi on March 25

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને હુબ્બલ્લિ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું વર્ણ નીચે મુજબ છે :

Join Our WhatsApp Community

• ટ્રેન નંબર 07312/07311 અમદાવાદ હુબ્બલ્લિ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રિપ)
ટ્રેન નંબર 07312 અમદાવાદ હુબ્બલ્લિ સ્પેશિયલ 25 માર્ચ 2024 સોમવારના રોજ અમદાવાદથી 21:25 કલાકે ઉપડીને બીજા દિવસે 19:45 કલાકે હુબ્બલ્લિ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 07311 હુબ્બલ્લિ-અમદાવાદ સ્પેશિયલ 24 માર્ચ 2024 રવિવારના રોજ હુબ્બલ્લિથી 19:30 કલાકે ઉપડીને બીજા દિવસે 19:20 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સૂરત,વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવલા, પુણે, સતારા, સાંગલી, મિરજ, ઘાટપ્રભા, બેલગામ, લોંડા અને ધારવાડ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અન જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 07312 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ડર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચનાના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : મુસાફરોને હેરાનગતિ.. આ તારીખથી બે દિવસ માટે ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે.. જાણો કારણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version