Arogya Samiksha Kendra : ગાંધીનગરમાં નિર્માણ પામ્યું ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’, આગામી 5મી જૂનના રોજ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાશે લોકાર્પણ

Arogya Samiksha Kendra : આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો-યોજનાઓના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે.

by kalpana Verat
Arogya Samiksha Kendra 'Health Review Center' built in Gandhinagar

News Continuous Bureau | Mumbai

Arogya Samiksha Kendra :

  • આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે
  • હેલ્પલાઇન નંબર 104 દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન પણ કરવામાં આવશે

• PMJAY હેલ્પલાઇન નંબર આરોગ્યસમીક્ષા કેન્દ્રથી જ કાર્યરત બનશે

• આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ

• દૂર-સુદૂર , અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યસેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરી આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Arogya Samiksha Kendra 'Health Review Center' built in Gandhinagar

રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી તા. 5મી જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરાયો છે તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

 Arogya Samiksha Kendra  'Health Review Center' built in Gandhinagar

Arogya Samiksha Kendra : :- આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં શું કામગીરી થશે : –

આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો-યોજનાઓના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે.

આરોગ્ય વિભાગના મહત્ત્વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલ કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરી શકાય તે માટે સરળતાથી સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો-વિઝ્યુલ્સ વ્યવસ્થા, વિવિધ અમલીકરણ થતી સેવાઓના લાભાર્થીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટની વ્યવસ્થા કરાઈ છે.

કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ, વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ થકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ઉચ્ચ કક્ષાએ નિયત થયેલ રણનીતિઓ મુજબ ત્વરિત અમલીકરણ કરાવવાનું અસરકારક માધ્યમ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બની રહેશે.

Arogya Samiksha Kendra :આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:

• અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ કોન્ફરન્સ રૂમ, ૧૨ ટર્મિનલ્સ સાથેની વ્યવસ્થા.

• વિડિયો કોન્ફરન્સ માટેનો મિટિંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ.

• એક સાથે કુલ ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા આરોગ્ય વિભાગની ફ્લેગશીપ યોજનાઓના/સેવાઓના લાભાર્થીઓને નિયત કરેલ પ્રશ્નાવલીઓ મુજબ જુદી-જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન, અને માર્ગદર્શનની માટેની અદ્યતન કોલ સેંટરની વ્યવસ્થા.

• વિશિષ્ટ સીએડી (CAD) કોલ સેન્ટર એપ્લિકેશન થકી વ્યવસ્થિત કોલ રેકોર્ડિંગ અને પુરાવા, તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ માટે સુરક્ષિત રીતે માહિતીનું સંચાલન અને સંગ્રહ કરવા માટે EMRI GHS દ્વારા ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

• રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે સમયાંતરે ટુ વે કમ્યૂનિકેશન વિડિયો કોન્ફરન્સિગ અને સંવાદની વ્યવસ્થા.

• આરોગ્ય વિભાગના અમલીકૃત મહત્ત્વના કાર્યક્રમોના ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડ-બેક માટેની વ્યવસ્થા.

• આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના સંપૂર્ણ માળખાના અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ ક્લિક ટુ કૉલની વ્યવસ્થા.

• જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિકારીઓનું અદ્યતન માહિતીથી સશક્તિકરણ.

આ સમાચાર પણ વાંચો   IPL 2025 Final:18 વર્ષની રાહ અને વિરાટની પહેલી ટ્રોફી, IPLના ઇતિહાસમાં પહેલીવાર થયો આવો ચમત્કાર, RCB ચેમ્પિયન બનતાની સાથે જ શક્ય બન્યું… 

Arogya Samiksha Kendra :આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતેથી આવરી લેવાયેલ મહત્ત્વની આરોગ્ય સેવાઓ

માતા આરોગ્ય :-

સિકલ સેલ એનિમિયા ધરાવતી સગર્ભા બહેનો, હૃદય, કિડની, 42 કિ.ગ્રાથી ઓછું વજન, ઓછું હિમોગ્લોબિન ઘરાવતી સગર્ભાઓની સંભાળ અને અન્ય મહત્ત્વના માપદંડો

બાળ આરોગ્ય :-

બાળ આરોગ્યને લગતા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરાશે

ટી.બી. :-

સારવાર લઈ રહેલ હાઇ રિસ્ક ટીબીના દર્દીઓ, 15 દિવસની સારવાર દરમ્યાન ટીબીની દવાઓની આડઅસરો આવી હોય તેવા દર્દીઓ, 2 (બે) મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક અને આડઅસર આવેલ દર્દીઓ), ૪ (ચાર) મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક દર્દીઓ), 6 (છ) મહિનાની ટીબીની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (તમામ હાઇરિસ્ક દર્દીઓ) , ટીબીની સારવાર પૂર્ણ કરી 3 મહિના બાદ દર્દીઓનાં લક્ષણોની તપાસ (તમામ હાઇરિસ્ક દર્દીઓ – પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલો-અપ)

રસીકરણ:-

બાળકો અને માતાઓને આપવામાં આવતા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનું પણ મૂલ્યાંકન કરાશે.

PMJAY-મા યોજના 

PMJAY-મા કાર્ડ અંતર્ગત સારવાર લઈ રહેલા દર્દીઓનો અભિપ્રાય (Feedback) તેમજ આ યોજના માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબરની સેવાઓ થકી મૂલ્યાંકન
સિકલસેલ એનિમિયાના દર્દીઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર તીવ્ર કુપોષણ SAM (Severe Acute Malnutrition) ધરાવતાં બાળકો તેમજ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત MPHWને પૂછવાના થતા પ્રશ્નો સંદર્ભેની કામગીરી કરવામાં આવશે.

૧૦૪ હેલ્થ હેલ્પલાઇન (નોન ઈમરજન્સી સેવા) :

• રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી યોજનાકીય માહિતી, કોઈ પણ રોગ માટેની સલાહ અને સૂચન, તાવ તથા સંલગ્ન બીમારીઓની જાણકારી, આરોગ્ય સેવાઓ અંગેની ફરિયાદ તથા વ્યવસ્થાપનની પણ કામગીરી કરવામાં આવે છે.

હેલ્થ એડવાઈઝ:

• કાઉન્સેલિંગ
• ટેલિમેડિકલ એડવાઈઝ
• રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનાં આયુષ સૂચનો
• ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન.
• મેડિસીન,લેબ ટેસ્ટ, ઈ-પ્રિસ્ક્રીપ્શન ફેસિલિટી એસએમએસ થકી મોકલવી.

આરોગ્ય સમીક્ષા કેન્દ્રના ફાયદા:

• રાજ્યના આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું માળખું.

• આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા.
• દૂરના અંતરિયાળ વિસ્તારોના આરોગ્ય/રસીકરણ સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ/દર્દીઓને સીધો જ સંપર્ક કરી આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા.
• જિલ્લા કક્ષાએ રીયલટાઈમ ઇન્ફર્મેશન દ્વારા અધિકારી અને કર્મચારીઓની કામગીરીના અસરકારક અમલીકરણ માટે દિશાનિર્દેશ અને માહિતીસભર મૂલ્યાંકન કરાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More