News Continuous Bureau | Mumbai
samakhiali Railway Station : ગુજરાત ના કચ્છ જિલ્લા ના મધ્ય માં સ્થિત, સામાખ્યાલી જંકશન લાંબા સમય થી આ ક્ષેત્ર વાણિજ્ય, સંસ્કૃતિ અને સંપર્ક ના વચ્ચે એક સ્થાયી કડી માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર ના રૂપે કાર્ય કરે છે -1950 ના દાયકામાં કચ્છ રાજ્ય રેલવે ના વિસ્તરણ દરમિયાન સ્થાપિત, આ સ્ટેશન ને મૂળરૂપે ક્ષેત્ર મા વ્યાપાર અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું. દાયકાઓથી, તે પશ્ચિમ રેલવે ના અમદાવાદ ડિવિઝન માં એક મહત્વપૂર્ણ જંકશન ના રૂપે વિકસિત થયું છે, જે મુખ્ય રૂપે મુસાફરો અને ગુડ્સ બંને નું સંચાલન કરે છે. તેને એનએસજી-4 શ્રેણી ના સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જેમાં પાંચ પ્લેટફોર્મ, 48 સ્ટોપિંગ ટ્રેનો અને લગભગ 700-1000 મુસાફરોની દૈનિક અવરજવર છે.
મુસાફરો ના અનુભવ ને બહેતર બનવવા અને ક્ષેત્રીય નોડ્સ પર વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટક્ચર લાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સામાખ્યાલી જંક્શન એક ઉલ્લેખનીય પરિવર્તન માંથી પસાર થઈ રહ્યું છે. 13.64 કરોડ રૂપિયાના વિકાસલક્ષી રોકાણ સાથે, આ પહેલે આધુનિક સુવિધાઓ, વિચારશીલ ડિઝાઇન અને ટકાઉ ઉકેલોની એક લહેરની શરૂઆત કરી છે – આ બધાનો હેતુ સ્થાનિક સાંસ્કૃતિક સાર ને દર્શાવીને કાર્યક્ષમતા વધારવાનો છે.
અપગ્રેડેશનમાં હવામાનની ખરાબ પરિસ્થિતિ થી મુસાફરોને બચાવવા માટે પ્લેટફોર્મ કવર શેડનું નિર્માણ, પ્લેટફોર્મ કનેક્ટિવિટી માં સુધાર માટે હાલના ફૂટ ઓવરબ્રિજનો વિસ્તાર અને દિવ્યાંગજનો ની પહોંચ સુનિશ્ચિત કરવા માટે લિફ્ટની વ્યવસ્થા સામેલ છે. તેના સમાવેશી એપ્રોચ ને અનુરૂપ, સ્ટેશન મા હવે માર્ગદર્શક અને ચેતવણી આપતી ટાઇલ્સ, રેમ્પ, હૈંડરેલ અને દિવ્યાંગજનો ને અનુકૂળ શૌચાલયો છે, જેના થી તે બધા માટે આવાગમન યોગ્ય બની ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Namo Bharat Rapid Rail : અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ
વાસ્તુકલા ના આ નવા સ્વરૂપ માં મડ આર્ટ ના તત્વ સામેલ કરવામાં આવ્યા છે, જે સ્ટેશનની આધુનિક સંરચના ની અંદર ક્ષેત્ર ની કલાત્મક પરંપરાઓની ઉજવણી કરે છે. સમકાલીન સૌંદર્ય શાસ્ત્ર સાથેનો એક નવો પ્રવેશદ્વાર મુસાફરોનું સ્વાગત કરે છે, જ્યારે આગળના ભાગમાં થયેલા સુધારાઓ સામાખ્યાલી ની વધતી જતી પ્રસિદ્ધિને પ્રતિબિંબિત કરે છે. મુસાફરોની સુવિધા માટે, મોડ્યુલર શૌચાલય, બહેતર સાઇનેજ અને ફૂડ પ્લાઝા ઉમેરવામાં આવ્યા છે, જેનાથી સ્ટેશન એક વધુ આકર્ષક સાર્વજનિક સ્થાન માં પરિવર્તિત થયું છે.
વધારાના વિકાસમાં સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ, તમામ પ્રકારના વાહનો માટે પાર્કિંગ સુવિધાઓ નું નવીનીકરણ અને મુસાફરો અને વાહનોની અવરજવરને સરળ બનાવતા એક એલિવેટેડ ટ્રાન્ઝિટ એરિયાનું નિર્માણ શામેલ છે. આ બધા સુધારાઓ સાથે, સામાખ્યાલી માત્ર એક ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે જ નહીં પરંતુ પ્રગતિ, સુવિધા અને પ્રાદેશિક ગૌરવના પ્રતીક તરીકે સ્થાપિત થયું છે.
પહેલે થી જ કરવામાં આવેલા દરેક અપગ્રેડેશન ની સાથે, સામાખ્યાલી રેલવે સ્ટેશન તેના ગૌરવશાળી અતીત ને એક દૂરદર્શી ભવિષ્ય ની સાથે જોડીને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને કચ્છ ના પ્રમુખ રેલવે કેન્દ્ર ના રૂપે તેનું સ્થાન પુનઃસ્થાપિત કરી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.