News Continuous Bureau | Mumbai
ભારતને આખરે કોરોના મહામારી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, એ સાથે જ મુંબઈ માટે પણ રાહતના સમાચાર છે. મુંબઈ હવે 100 ટકા વેક્સિનેટેડ થઈ ગયું હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પરથી જણાઈ આવ્યું છે.
માસ વેક્સિનેશનને કારણે મુંબઈ સહિત દેશ કોરોનાની ત્રીજી લહેરને માત આપવામાં સફળ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ ફેબ્રુઆરી અંત સુધીમાં 100 ટકા વેક્સિનેટેટનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે પાલિકાને આ લક્ષ્યાંક પૂરો કરતા એપ્રિલ મહિનો આવી ગયો છે. મુંબઈમાં 18 વર્ષથી ઉપરની વયના 92,36,500 લાભાર્થીઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.
આ સમાચાર પણ વાંચો : ભાજપના આ નેતાએ લાઉડ સ્પીકરને લઈને મંદિરોને કરી આ ઓફર.. જાણો વિગતે
મુંબઈમાં માર્ચ 2020માં કોરોનાએ એન્ટ્રી કર્યા બાદ 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું હતું પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન વર્કર અને ત્યાર બાદ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પહેલો ડોઝ લેનારાનું પ્રમાણ 100 ટકા હતું. હવે વેક્સિનનો બીજો ડોઝ લેનારાનું પ્રમાણ પણ 100 ટકા પર પહોંચી ગયું છે
પાલિકાએ ઘરે ઘરે વિઝિટ કરીને, મોબાઈલ વેક્સિનેશન અને જનજાગૃતિ જેવા કાર્યક્રમ કરીને 100 ટકા વેક્સિનેશનના અભિયાનને પૂરું કર્યું છે.
આ દરમિયાન 21 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે. તો 15થી 18 વર્ષના બાળકનું વેક્સિનેશન પહેલા જ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલે મુંબઈમાં અત્યાર સુધી કુલ બે કરોડ પાંચ લાખ 86 હજાર 041 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.