184
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર માટે અપ્લાય કરનારા કોલેજિયનો માટે રાહતના સમાચાર છે. મોટર વેહીકલ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ જેમની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની છે, તેઓએ લાયસન્સ માટે અરજી કરી છે, તેમને હવે 22 વર્ષના સમયગાળા માટે લાયસન્સ મળશે.
રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (તાડદેવ) દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ લોકોની ઉંમરના હિસાબે લાઇસન્સ ની વેલિડિટી હોય છે. એટલે કે જેઓ 30 વર્ષ સુધીના છે, તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ ની મુદત તેઓ 40 વર્ષના થાય ત્યાં સુધીની હોય છે. તો 31થી 50 વર્ષની એજ ગ્રુપના લોકોને રીન્યુઅલ અને નવા લાયસન્સ 10 વર્ષની મુદતનું હોય છે. તો 51થી 55 વર્ષના લોકો માટે લાઇસન્સ ની મુદત તેમની ઉંમરના 60 વર્ષ સુધીની હશે. તો 55 વર્ષથી ઉપરના લોકો માટે લાયસન્સ રીન્યુઅલ કર્યા બાદ તે પાંચ વર્ષ સુધી વેલીડ હશે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! હવે ઓટો-ટેક્સીવાળાને જોઈએ છે ભાડો વધારો… જાણો વિગતે
You Might Be Interested In