News Continuous Bureau | Mumbai
શિવસેના(Shiv Sena)ના મુંબઈ(Mumbai )ના શિવડીના ધારાસભ્ય અજય ચૌધરી(MLA Ajay Choudhary)ના ખાતામાથી 78 લાખ રૂપિયાની ઉચાપત થતા રહી ગઈ છે. બેંક અધિકારીની સતર્કતાને કારણે ધારાસભ્યના પૈસા બચી ગયા હતા અને ગુજરાતી તસ્કરો પોલીસને હાથ ચઢી ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ધારાસભ્યના આબેહૂબ હસ્તાક્ષર(Forged signature) કરી બનાવટી ચેકની(fake check) મદદથી બૅન્ક ખાતામાંથી(Bank account) ૭૮ લાખ રૂપિયા કઢાવવાનો પ્રયાસ થયો હતો. આ કેસમાં કાલાચોકી પોલીસે અમદાવાદના(Ahemadbad) નારણપુરા(naranpur) ખાતે રહેતા 47 વર્ષના સુકેતુ રમેશચંદ્ર દવે(Rameshchandra dave) અને કાંદિવલી પશ્ચિમના (kandivali west)મહાવીર નગરમાં(mahavir nagar) રહેતા 54 વર્ષના જયેશ ચંદ્રકાન્ત શાહની રવિવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. બંને આરોપી ૧૭ મે સુધીની પોલીસ કસ્ટડી(Police custody)માં છે. પોલીસ આ કેસમાં વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર પરેલમાં રહેતા ધારાસભ્ય અજય ચૌધરીનું એક રાષ્ટ્રીયકૃત બૅન્કની(Nationalized Bank) લાલબાગ શાખામાં એકાઉન્ટ છે. બુધવારને બપોરે મહાપાલિકાની સ્થાનિક ઑફિસમાં તેઓ પાલિકાના અધિકારીઓ સાથે મીટિંગમાં હતા ત્યારે બૅન્ક કર્મચારીએ(Bank employees) તેમના મોબાઈલ ફોન પર કૉલ કર્યો હતો. તેઓ મીટિંગમાં વ્યસ્ત હોવાથી કૉલ રિસીવ ન કરતાં બૅન્ક કર્મચારીએ તેમના પીએને કૉલ કર્યો હતો. ધારાસભ્ય દ્વારા ૭૮ લાખ રૂપિયાનો ચેક કોઈ કંપનીને આપવામાં આવ્યો હોવાની ખાતરી કરવા બૅન્કના કર્મચારીએ ફોન કર્યો હતો આવો કોઈ ચેક આપ્યો ન હોવાનું કહીને ચૌધરીએ ચેક રોકવાનું કહ્યું હતું. બૅન્ક અધિકારીની સતર્કતાને કારણે રૂપિયા ટ્રાન્સફર કરાયા નહોતા. આ પ્રકરણે વિધાનસભ્યએ કાલાચોકી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના બેલાર્ડપીયરમાં બોટ ડુબી ગઈ, લોકોને બચાવી લેવાયા, જુઓ લાઈવ વિડિયો…
તપાસ દરમિયાન જણાયું હતું કે બનાવટી ચેક પર ધારાસભ્યના બોગસ હસ્તાક્ષર હતા. આ ચેક અમદાવાદની નારણપુરા બૅન્કની(Naranpura Bank) શાખામાં ભરવામાં આવ્યો હતો. એ બૅન્ક એકાઉન્ટ અમદાવાદના સુકેતુ દવેના નામે હતો. પોલીસે અમદાવાદના ઘરેથી સુકેતુ દવેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે આ ચેક કાંદિવલીના જયેશ શાહે ટ્રાવેલ્સ કંપની મારફત મોકલાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે જયેશ શાહને પણ પકડી પાડ્યો હતો.
બન્ને આરોપીનો એક સાથી ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે. પોલીસને શંકા છે કે આ રીતે આરોપીઓએ અન્ય વ્યક્તિઓનાં બૅન્ક ખાતાંમાંથી પણ રૂપિયા કઢાવ્યા હશે તેથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.