ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં લાગેલુ લોકડાઉન શહેરવાસીઓને ફળ્યું છે. વાત એમ છે કે મુંબઈમાં એક સમય એવો હતો જ્યારે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિશન નહોતું મળી રહ્યું. આટલું જ નહીં ઓક્સિજન વાળા ખાટલા અથવા વેન્ટિલેટર મળવાના પણ ફાંફા હતા. જ્યારે આજની તારીખમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે. મુંબઈ મહાનગર પાલિકા પાસે કુલ ૨૧,૭૯૬ બેડ છે. આ બેડમાંથી 5,725 બેડ ખાલી છે. જોકે ICU બેડ ની સંખ્યા હજી ઓછી છે. અને તેમાં પણ ખાલી બેડની સંખ્યા વધુ ઓછી છે.
આમ મુંબઈ શહેરમાં પરિસ્થિતિ સુધરી રહી છે.
ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થયેલી નાસભાગમાં 40થી વધુ લોકોના થયા મોત.