ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે જે શહેરની હૉસ્પિટલમાં ખાલી ખાટલાની સંખ્યા ટકાવારી પ્રમાણે વધશે ત્યાં lockdownને ખોલવામાં આવશે. હવે મુંબઈ શહેરના મામલે આ વસ્તુ વિપરીત ઠરી રહી છે. મુંબઈ દરિયાદિલ શહેર હોવાને કારણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યમાંથી લોકો ઉપચાર કરાવવા માટે આવી પહોંચે છે. હાલમાં આંખોના ફંગસના જેટલા કેસ હૉસ્પિટલમાં ભરતી થયા છે એમાંથી ૭૫ ટકા કેસ મુંબઈ શહેરની બહારના છે. આ વ્યક્તિઓએ હૉસ્પિટલના ખાટલા પૅક કરી રાખ્યા છે. બીજી તરફ અનેક લોકો પોતાનો કોરોનાનો ઇલાજ કરાવવા માટે મુંબઈ શહેરમાં આવી પહોંચે છે. મુંબઈ શહેરમાં ૪૭ ટકાથી વધુ ખાટલાઓ આવા લોકોથી ભરેલા છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરનો હૉસ્પિટલનો રેટ કદી સુધરશે નહીં તો ત્યાં સુધી મુંબઈના વેપારીઓએ સહન કરવાનું?
મુંબઈ મહાનગરપાલિકાએ આ સવાલનો સાર્વજનિક રીતે જવાબ આપવો જોઈએ.