News Continuous Bureau | Mumbai
મુંબઈ: ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ અને ‘પ્યાર કા પંચનામા 2’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી કૂદવાને કારણે ઈજાગ્રસ્ત થઈ છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાની વિગતો આપતા કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, “ગઈકાલે હું શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી અને મેં સાડી પહેરી હતી. જેવી હું ટ્રેનમાં ચડી, ટ્રેન ઝડપ પકડવા લાગી અને મેં જોયું કે મારા મિત્રો ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ડરના માર્યા, હું કૂદી પડી અને કમનસીબે હું મારી પીઠ પર પડી, મારું માથું અથડાયું.”
મને પીઠમાં ઇજા થઈ છે, મારું માથું સૂજી ગયું છે અને શરીર પર ઉઝરડા પણ પડ્યા છે. ડૉક્ટરોએ એમઆરઆઈ કરાવ્યું છે અને માથાની ઇજા ગંભીર ન હોય તે સુનિશ્ચિત કરવા માટે મને એક દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખી છે. ગઈકાલથી મને દુખાવો થઈ રહ્યો છે,” કરિશ્માએ ઉમેર્યું.
આ સમાચાર પણ વાંચો : Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
કરિશ્માના એક મિત્રએ, જે તેની સાથે હતી, તેણે હોસ્પિટલમાંથી અભિનેત્રીની તસવીર શેર કરી હતી. “વિશ્વાસ નથી થતો કે આવું થયું… મારી મિત્ર ટ્રેનમાંથી પડી ગઈ, અને તેને કશું યાદ નથી. અમે તેને નીચે પડેલી જોઈ અને તરત જ અહીં લઈ આવ્યા. ડૉક્ટરો હજી પણ તપાસ કરી રહ્યા છે – કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો. જલ્દી સાજી થઈ જા,” મિત્રએ તસવીર સાથે લખ્યું.
નોંધનીય છે કે, કરિશ્મા ફિલ્મો અને વેબ સિરીઝ ઉપરાંત ‘કોમેડી સર્કસ’, ‘ધ કપિલ શર્મા શો’ અને ‘ફિયર ફાઇલ્સ’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે