Site icon

Navi Mumbai: વધતી ગરમી વચ્ચે નવી મુંબઈમાં મોરબે ડેમમાં જળસ્તરમાં 29% ઘટાડો નોંધાયો, પાલિકાએ પાણી કાપની કરી જાહેરાત..

Navi Mumbai: મોરબે ડેમમાં પાણીની સપાટી 70.46 મીટર છે. ડેમ 88 મીટરે ઓવરફ્લો થાય છે. જેમાં પાણી કાપ 4 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ પૂર્વ કોર્પોરેટરો દ્વારા રહેવાસીઓને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા ચેતવણી પણ આપવામાં આવી રહી છે.

Amid rising heat, the water level in Morbe Dam in Navi Mumbai has dropped by 29%, the municipality has announced a water cut

Amid rising heat, the water level in Morbe Dam in Navi Mumbai has dropped by 29%, the municipality has announced a water cut

 News Continuous Bureau | Mumbai 

Navi Mumbai:   શહેરમાં વધતા ગરમીમાં હાલ ડેમમાં સતત પાણીનો સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે મોરબે ડેમમાં ( Morbe Dam )
ઘટતા પાણીના અનામતને પગલે, નવી મુંબઈ મહાપાલિકા ( NMMC ) એ ચોમાસું શરૂ ન થાય ત્યાં સુધી નવી મુંબઈમાં દર અઠવાડિયે બે દિવસ પાણી કાપની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

NMMC અધિકારીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નવી મુંબઈના તમામ નોડમાં પાણી કાપ ( Water Cut ) નક્કી કરવામાં આવ્યો છે. પાલિકા વહીવટીતંત્રના અનુમાન મુજબ, મોરબે ડેમમાંથી માત્ર આગામી 52 દિવસ સુધી જ પાણી પુરું પાડવામાં આવશે એટલુ પાણીનો સ્ટોક વધ્યો છે.

Navi Mumbai: ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો, મોરબે ડેમમાં પાણીનું સ્તર હજુ પણ પૂરતું છે..

ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો, મોરબે ડેમમાં પાણીનું સ્તર ( water level ) હજુ પણ પૂરતું છે. જો કે વરસાદમાં વિલંબ થાય અથવા ડેમ ઓવરફ્લો થવા માટે જરૂરી જથ્થા મુજબ પાણી ન બચે તો, તેથી હાલ વહીવટીતંત્ર આ માટે અત્યારથી નિવારક પગલાં લઈ રહ્યું છે. પાણી કાપ હાલ સમગ્ર સેકટરમાં વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યા છે. હાલમાં, ડેમમાં તેના અનામત સ્ટોકમાં ( Water Stock ) 29% પાણી છે.

આ સમાચાર પણ વાંચો: CBIC : સીબીઆઇસીએ આટલી તારીખ સુધીમાં હિતધારકો પાસેથી પૂર્વ-નિર્ધારિત ફોર્મેટમાં ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા

મોરબે ડેમમાં પાણીની સપાટી 70.46 મીટર છે. ડેમ 88 મીટરે ઓવરફ્લો થાય છે. જેમાં પાણી કાપ 4 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ પૂર્વ કોર્પોરેટરો દ્વારા રહેવાસીઓને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આમાં સોમવાર અને ગુરુવારે પાણી પુરવઠામાં ( water supply ) કાપને કારણે  પાણીનું દબાણ આગામી દિવસોમાં પણ ઓછું રહેશે. 

પાણી વિભાગ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ, કોપરખૈરણે નોડમાં પાણી કાપ મંગળવાર અને શનિવારે લાગુ કરવામાં આવશે, ઘનોસ્લીમાં બુધવાર અને રવિવારના દિવસો છે, વાશીમાં ગુરુવાર અને સોમવારે કાપ રહેશે, નેરુલમાં પાણી પુરવઠામાં ઘટાડો થશે. જેની અસર મંગળવાર અને શનિવારે આ વિસ્તારમાં રહેશે અને તુર્ભેમાં રવિવાર અને બુધવારે કાપ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

 

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version