Site icon

Antilia bomb scare case: એન્ટિલિયા બોમ્બ કેસમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન..

Antilia bomb scare case:ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાને બોમ્બની ધમકી મળી હતી. આ માટે એન્ટીલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલું વાહન પાર્ક કરવામાં આવ્યું હતું.

Antilia bomb scare case: Supreme Court grants bail to former Mumbai Police officer Pradeep Sharma

Antilia bomb scare case: એન્ટિલિયા બોમ્બ કેસમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન..

News Continuous Bureau | Mumbai 

Antilia bomb scare case: મનસુખ હિરેન હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને રાહત મળી છે. હાલ પ્રદીપ શર્મા હત્યાના કેસમાં જેલમાં છે.

Join Our WhatsApp Community

પ્રદીપ શર્મા વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ બોપન્નાની બેંચમાં ચાલી રહી હતી. જેમાં જજે સુનાવણી પૂર્ણ કરતાં ચુકાદો અનામત રાખ્યો હતો. જેના પર 23 ઓગસ્ટે આદેશ આવ્યો છે.

માનવતાના ધોરણે જામીન

પ્રદીપ શર્મા છેલ્લા બે વર્ષથી જેલમાં છે. દરમિયાન તેમની પત્નીની તબિયત લથડી હતી. તેમણે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. પરંતુ, તેનાથી તેમની મુશ્કેલી વધી છે. આથી પ્રદીપ શર્માએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માનવતાના આધારે પ્રદીપ શર્માને જામીન આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 Moon Landing : ચંદ્ર પર લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરુ, જુઓ લેન્ડિંગ પહેલા ISROના કમાન્ડ સેન્ટરમાં કેવો છે માહોલ..

ઈન્ટિલિયા કેસમાં આરોપી

મનસુખ હિરેન હત્યા કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. 2021 માં, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલું વાહન પાર્ક કરવામાં આવ્યું હતું. આ વાહન થાણેના રહેવાસી મનસુખ હિરેનનું હતું. થોડા દિવસો બાદ મનસુખ હિરેનનો મૃતદેહ થાણેની ખાડીમાંથી મળી આવ્યો હતો. આ હત્યાની તપાસમાં મુખ્ય આરોપી સચિન વાઝે સાથે પ્રદીપ શર્માનું નામ પણ સામે આવ્યું હતું.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version