News Continuous Bureau | Mumbai
Mumbai: મહારાષ્ટ્ર સરકારે આખરે મહાલક્ષ્મી રેસકોર્સની ( Mahalakshmi Race Course ) 120 એકર જમીન મુંબઈ મહાનગર પાલિકા ( BMC ) ને સોંપવાની મંજૂરી આપી દીધી છે . મહાલક્ષ્મી રેસ કોર્સના 120 એકરનો ઉપયોગ હવે પાલિકા સેન્ટ્રલ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓ માટે કરવામાં આવશે.
1914માં આ જગ્યા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને 99 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી. બાદમાં 2013માં કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો. જે બાદ આ જમીન પર થીમ પાર્ક ( Central Park ) બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં થીમ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓનો સમાવેશ થાય છે. આ દરખાસ્તને રાજ્ય સરકારે ( Maharashtra Government ) હવે મંજૂરી આપી દીધી હતી. થીમ પાર્ક બનાવવા માટે આ જમીન મુંબઈ મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરવી જરૂરી હતી. જે 211 એકરની જગ્યા છે. તેમાંથી હવે 91 એકર ટર્ફ ક્લબને ( Turf Club ) આપવામાં આવશે, જ્યારે બાકીની 120 એકર મુંબઈ મહાપાલિકાને ટ્રાન્સફર કરવામાં આવશે.
Mumbai: આ રેસકોર્સની જાળવણી અને બાકીની જમીન પર મુંબઈવાસીઓ માટે સેન્ટ્રલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે…
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ મંજુરીથી હવે મુંબઈવાસીઓ માટે અહીં ( Theme park ) થીમ પાર્ક, ગાર્ડન અને ઓપન સ્પેસ જેવી સુવિધા ઉપલબ્ધ થશે.
આ સમાચાર પણ વાંચો : Special Train : અન્ય સૂચના સુધી પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરો યથાવત રહેશે
રાજ્ય સરકારે મુંબઈ મહાપાલિકાને જમીન પાછી આપી હતી. છેલ્લા 10 વર્ષથી આ જમીનની મંજુરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મંજુરી મળી ગયા બાદ હવે પાલિકા આ રેસકોર્સની જાળવણી અને બાકીની જમીન પર મુંબઈવાસીઓ માટે સેન્ટ્રલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે પરવાનગીઓ મેળવવામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ તેના માટે હવે ભંડોળ ફાળવ્યું છે.