બીજેપી નેતા મોહિત કંબોજની મુશ્કેલી વધી – ઇકોનોમિક ઓફેન્સ વિંગે નોંધ્યો આટલા કરોડની છેતરપિંડીનો કેસ – જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય યુદ્ધ(Political war) અને EDની કાર્યવાહી વચ્ચે મુંબઈ પોલીસની(Mumbai Police) EOW હવે કૂદી પડી છે. 

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે(Economic Offenses Wing) ભાજપના નેતા(BJP leader) મોહિત કંબોજ(Mohit Kamboj) વિરુદ્ધ રૂ. 52 કરોડની છેતરપિંડીનો  કેસ નોંધ્યો છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)ના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

બેંક મેનેજરના(bank manager) જણાવ્યા અનુસાર, કંબોજ કંપનીના ત્રણ ડિરેક્ટરોમાંથી એક છે, જેમણે રૂ. 52 કરોડની લોન લીધી હતી અને નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કર્યો હતો. 

EOW એ કંબોજ અને અન્ય બે ડિરેક્ટરો વિરુદ્ધ IPCની કલમ 409 અને 420 હેઠળ છેતરપિંડીનો કેસ(fraud case) નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો : હોસ્પિટલમાં એડમિટ મનસે ચીફ રાજ ઠાકરે બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- હવે તેમની સર્જરીનું શું થશે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *