News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવ(Ganesha Festival) આવી ગયો છે ત્યારે મુંબઈના 13 જોખમી પુલોએ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું જ નહીં પણ ગણેશમંડળોનું (Ganesha mandals) પણ ટેન્શન વધારી દીધું છે. હકીકતમાં BMCએ મુંબઈના ૧૩ જોખમી પુલોની(Dangerous bridges) યાદી જાહેર કરી છે, આ પુલ વધુ પડતો ભાર સહન કરવા સક્ષમ નથી. તેથી ગણેશ વિસર્જન(Ganesha Visarjan) દરમિયાન આ પુલનો ઉપયોગ કરતા સમયે મંડળે લાંબો સમય સુધી આ પુલ પર ઊભા રહેવું નહીં અને ભીડ કરવી નહીં એવા ચોખ્ખા શબ્દોમાં પાલિકાએ ચેતવણી આપી છે.
BMCએ જાહેર કરેલા ૧૩ જોખમી પુલમાં સેન્ટ્રલ રેલવે(Central Railway) પર ચાર, પશ્ર્ચિમ રેલવે(Western Railway) પરના નવ પુલનો સમાવેશ થાય છે. આ પુલ જોખમી હાલતમાં હોવાથી વિસર્જન દરમિયાન આ પુલ પર લાંબા સમય સુધી ગણેશ મંડળોએ મૂર્તિ(Ganesh Idols) સાથે ભીડ કરવી નહીં અને પુલ પર નાચ-ગાન કરવા નહીં અને મોટા અવાજે સ્પીકર અને બેન્ડબાજારા લગાડવા નહીં એવી ચેતવણી પણ પાલિકાએ ગણેશ મંડળોને કરી છે.
આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો
આ 13 પુલ જોખમી હોવાથી અમુકના સમારકામ ચાલી રહ્યા છે. તો અમુકના ચોમાસા બાદ બાંધકામ કરવામાં આવવાના છે.
પાલિકા દ્વારા પુલની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઘાટકોપર(Ghatkopar) રેલવે ઓવરબ્રિજ(Railway Overbridge), કરી રોડ રેલવે ઓવરબ્રિજ(Curry Road Railway Overbridge), સાને ગુરુજી માર્ગ (આર્થર રોડ) રેલવે ઓવરબ્રિજ અને ભાયખલા રેલવે ઓવરબ્રિજનો(Byculla Railway Overbridge) સમાવેશ થાય છે. તો પશ્ચિમ રેલવે પરથી પસાર થનારા નવ પુલમાં મરીન લાઈન્સ રેલ ઓવરબ્રિજ, ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલની વચ્ચે રહેલા ફૉકલેંડ રેલ ઓવરબ્રિજ, મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલો બેલાસિસ પૂલ, મહાલક્ષ્મી સ્ટીલ રેલ ઓવરબ્રિજ, પ્રભાદેવી કૅરોલ રેલ ઓવરબ્રિજ, દાદર ટિળક રેલ ઓવરબ્રિજ સહિત ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ દરમિયાન રહેલો સૅંડહર્સ્ટ રોડ રેલવે ઓવરબ્રિજ, ફ્રેંચ રેલ ઓવરબ્રિજ અને કેનડી રેલ ઓવરબ્રિજ આ પુલોનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત
કરી રોડ રેલવે ઓવરબ્રિજ, સાને ગુરુજી માર્ગ (આર્થર રોડ) રેલ ઓવરબ્રિજ અથવા ચિંચપોકળી રેલ ઓવરબ્રિજ (Chinchpokli Rail Overbridge) અને ભાયખલા રેલ ઓવરબ્રિજ આ પુલ પર એકી સમયે ૧૬ ટન કરતા વધુ વજન થાય નહીં તેની કાળજી લેવાની અપીલ પણ પાલિકાએ કરી છે.