ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
બીએમસીને દરિયામાં સારવાર કર્યા વગરનું ગટરનું પાણી સીધુ દરિયામાં ઠાલવવા બદલ 34 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ પર્યાવરણીય નુકસાન માટે વળતર તરીકે આ દંડ ફટકાર્યો છે, પાલિકાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મહિનામાં રૂ. 4.25 કરોડ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જ્યાં સુધી તે અમલમાં ન આવે ત્યાં સુધી આ દંડ ભરવો પડી શકે એમ છે. NGT નું કહેવું છે કે સાફ હવા, પાણી નાગરિકોને મળવું જ જોઈએ, આ તેઓનો જીવન જીવવા માટેનો મૂળભૂત અધિકાર છે..
મનપાએ આ વન-ટાઇમ દંડ 30 દિવસની અંદર ચૂકવવો પડશે. શહેરમાં ભંડુપ, ઘાટકોપર, વર્સોવા, મલાડ, કોલાબા, વરલી અને બાંદરા ખાતે સાત ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ (એસટીપી) છે, પરંતુ આ માળખાકીય સુવિધા લગભગ 17 વર્ષ જુની છે. બીએમસી 15 વર્ષથી વધુ સમયથી તેના હાલના નેટવર્કમાં દરિયાકાંઠે સાત ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ ઉમેરવાની યોજના બનાવી રહી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કામ શરૂ કરાયું નથી..