ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
જ્યાં એક તરફ આખો દેશ કોરોના ને કારણે હેરાન-પરેશાન છે ત્યાં જ બીજી તરફ મુંબઈ શહેરમાં જમીન માફિયાઓ પૂરી રીતે કામ કરી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની માં 25-3-2020 થી માંડીને 28 ફેબ્રુઆરી 2020 સુધીમાં કુલ 9558 ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ શકીલ અહમદ શેખ દ્વારા મુંબઈ મહાનગર પાલિકા પાસેથી આ સંદર્ભે માહિતી માંગવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ મહાનગરપાલિકાને 13,325 ફરિયાદો મળી હતી જેમાંથી મહાનગરપાલિકાને 9,558 ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે અધિકૃત ફરિયાદ પ્રાપ્ત થઇ. મુંબઈ મહાનગરપાલિકાએ યાદોમાંથી ૪૬૬ ગેરકાયદેસર બાંધકામોને તોડી નાખ્યા છે.
સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ એલ વોર્ડમાં થયા છે જ્યાં 3251 ફરિયાદો દર્જ કરવામાં આવી છે.
એક તરફ કંગના રાણાવત કેસમાં મુંબઈ મહાનગરપાલિકા રાતોરાત કાર્યવાહી કરીને ટેક્સ ભરનાર વ્યક્તિ ને હેરાન કરે છે ત્યારે બીજી તરફ મુંબઈ શહેરમાં જમીન માફિયાઓને લીલા લહેર છે.