Site icon

શું મુંબઈ મહાનગરપાલિકા દોઢ મહિનામાં વસૂલ કરી શકશે પ્રોપર્ટી ટેક્સ? ડિફોલ્ટરોને મોકલી નોટિસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

મંગળવાર.

મહાવિકાસ આઘાડીની સરકારે મુંબઈમાં 500 ચોરસ ફૂટના ફ્લેટને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે. તેનાથી મુંબઈગરાને તો રાહત થઈ ગઈ છે પરંતુ સરકારના આ પગલાને કારણે મુંબઈ મહાનગરપાલિકાને વાર્ષિક 450 કરોડની ખોટમાં ઉતરી ગઈ છે. કોરોનાને કારણે પહેલાથી પાલિકાની તિજોરીને ભારે ફટકો પડયો છે, તેમાં હવે પ્રોપર્ટી ટેક્સની માફીને કારણે ભવિષ્યમાં ખર્ચાને પહોંચી વળવું મુંબઈ મહાનગરપાલિકા માટે લોઢાના ચણા ખાવા સમાન ના થાય તે માટે પાલિકા પ્રશાસને હવે ડિફોલ્ટરો પાસેથી પોતાના બાકી રહેલા નાણાં વસૂલ કરવામાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિશ્ચય કર્યો છે. દોઢ મહિનામાં પાલિકાએ દોઢ હજારથી પણ વધુ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે, તેથી તેણે પોતાની નજર હવે ડિફોલ્ટરો પર માંડી છે.

ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ પ્રોપર્ટી ટેક્સ અને ડેવલપમેન્ટ ટેક્સ જ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત બની ગયા છે. તેથી હવે પાલિકા તેના પર જ વધુ ફોકસ કરી રહી છે. જેમાં ચાલુ  નાણાકીય વર્ષ 2021-2022માં પ્રોપર્ટી ટેક્સના  5,135 કરોડ રૂપિયા વસૂલવાનું અપેક્ષિત હતું. તેની સામે અત્યાર સુધીમાં માત્ર 3,700 કરોડ રૂપિયા વસૂલ કરવામાં પાલિકાને સફળતા મળી છે. પાલિકા પાસે બાકીની રકમ વસૂલ કરવા માટે  31મી માર્ચ, 2022 સુધીનો જ સમય છે. તેથી પાલિકાએ મોટા ડિફોલ્ટરો પાસેથી આ રકમ વસૂલ કરવાનો નિર્ણય લીધો છે.

વાહ!! વિશ્વ ગુજરાતી ભાષા દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધાના પરિણામ થશે આવતી કાલે જાહેર… જાણો વિગત

ગયા વર્ષે પણ પાલિકાએ પોતાના આર્થિક નાણા વર્ષમાં અપેક્ષિત લક્ષ્યાંક પૂરો કરવા માટે ડિફોલ્ટરોને પકડયા હતા. ડિફોલ્ટરોની સામેની એક્શન દરમિયાન 11,661 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમાં હેલિકોપ્ટર, જમીનના પ્લોટ, વાહનો, કોમ્પ્યુટર, મોંઘા સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આ વખતે પણ પાલિકાએ 10 જાન્યુઆરીથી ડિફોલ્ટરોને તેમનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. ડિફોલ્ટરોને 21 દિવસનો સમયગાળો આપવામાં આવી રહ્યો છે, એ દરમિયાના  બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો મિલકત જપ્તી જેવી કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકા પ્રશાસને કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ચાર લાખ 50 હજાર પ્રોપર્ટી ધારક છે. તેમાં રહેવાસીઓ જેઓ પ્રોપર્ટી ટેક્સ ભરે છે તેની સંખ્યા એક લાખ 27 હજાર છે. તો કોર્મશિયલ ટેક્સ પેયરની સંખ્યા 67 હજારથી વધુ છે. જયારે ઔદ્યોગિક – છ હજાર પ્લોટ અને અન્યમાં 12 હજાર 156 પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version