ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર,
મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડમાં નવ વધુ વોર્ડનો ઉમેરીને તેની સંખ્યા 236 કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો હતો. તે મુજબ મુંબઈના વોર્ડની કરવામાં આવેલી પુનઃ રચના નો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાએ મોકલેલી વોર્ડ પુનર્ગઠન ના ડ્રાફ્ટને પ્રાથમિક મંજૂરી આપી છે. હવે તેના પર લોકો પાસેથી સજેશન ઓબ્જેકશન મંગાવવામાં આવશે.
મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત
ચૂંટણી પંચને BMC કમિશનરનો એક પત્ર પણ મળ્યો છે જેમાં ડ્રાફ્ટ અંગે વાંધાઓ અને સૂચનો માંગવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા નો ડ્રાફ્ટ પ્લાન ઓબીસી અનામત સિવાય વાંધા માટે મોકલવામાં આવ્યો છે તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 227ને બદલે 236 વોર્ડ હશે. હવે, રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ સંદર્ભમાં ડ્રાફ્ટ પ્લાન અને રિઝર્વેશન સિસ્ટમ વિશે માહિતી આપી છે.
આ ડ્રાફ્ટ પ્લાન મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં કુલ 236 વોર્ડ હશે.