News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના શુભ દિવસે મુંબઈકરોને આજે મોટી ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીલી ઝંડી દેખાડીને મુંબઈ મેટ્રો 7 અને મેટ્રો 2Aનું ઉદ્ઘાટન કર્યું. આ બંને રૂટ પર મેટ્રો શરૂ થવાથી મુંબઈકરોને ઘણી રાહત થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મળશે. ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, મંત્રી એકનાથ શિંદે, મંત્રી સુભાષ દેસાઈ અને ધારાસભ્ય સુનીલ પ્રભુએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર અને પાલક મંત્રી અસલમ શેખ પણ હાજર રહ્યા.
દહિસરથી આરે મિલ્ક કોલોની મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી. આ પછી મુખ્યમંત્રીએ મેટ્રોની ટિકિટ લીધી અને મેટ્રોને લીલી ઝંડી બતાવી. મેટ્રોને લીલી ઝંડી બતાવ્યા બાદ મુખ્યમંત્રી ઠાકરે સહિત તમામ મુખ્યમંત્રીઓ મેટ્રોમાં મુસાફરી કરી. મુંબઈમાં પહેલી મેટ્રો રેલ્વે લાઈન 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલવે લાઈન હવે આજથી શરૂ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.
આ બંને મેટ્રો રૂટ શરૂ થતા મુંબઈગરાઓનો ટ્રાફિક જામથી છૂટકારો થશે. આ બંને રૂટમાં પહેલા તબક્કામાં 20 કિલોમીટર પર ટ્રેન શરૂ થશે. એ પછી બીજા તબક્કામાં 15 કિલોમીટરનો માર્ગ શરૂ થશે. હજી કેટલાક મેટ્રો સ્ટેશનનું કામ બાકી છે. આ કામ અને જરૂરી પરવાનગીઓ મળ્યા પછી બીજા તબક્કામાં મેટ્રો ટ્રેન દોડશે. મુંબઈ મેટ્રોના આ બંને રૂટ માટે ટિકિટના દર લઘુતમ 10 રૂપિયા અને મહતમ 80 રૂપિયા હશે. જોકે, માસિક પાસની સુવિધા શરૂઆતમાં નવી લાઈનો પર ઉપલબ્ધ રહેશે નહીં.
મેટ્રો 2A રૂટ પર સ્ટેશનો
દહીસર ઇસ્ટ, અપર દહીસર સ્ટેશન (આનંદ નગર), કંદેરપાડા (ઋષિ સંકુલ), મંડપેશ્વર (આઈસી કોલોની), એકસર, બોરીવલી વેસ્ટ (ડોન બોસ્કો), પહાડી એકસર (શિમ્પોલી), કાંદિવલી વેસ્ટ (મહાવીર નગર), દહાણુકરવાડી (કામરાજ નગર), વલનાઈ (ચારકોપ), મલાડ પશ્ચિમ, લોઅર મલાડ (કસ્તુરી પાર્ક), પહાડી ગોરેગાંવ (બાંગુર નગર), ગોરેગાંવ પશ્ચિમ, ઓશિવરા (આદર્શ નગર), લોઅર ઓશિવરા (શાસ્ત્રી નગર) અને ડીએન નગર (અંધેરી વેસ્ટ).
મેટ્રો-7 રૂટ પર સ્ટેશનો
દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, માગાઠાણે, પોઇસર (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા), આક્રુલી(બંદોંગરી), કુરાર (પુષ્પા પાર્ક), દિંડોશી (પઠાણવાડી), આરે, ગોરેગાંવ ઈસ્ટ (મહાનંદ ડેરી), જોગેશ્વરી ઇસ્ટ (JVLR જંકશન), શંકરવાડી, ગુંદાવલી (અંધેરી ઇસ્ટ)