ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
મુંબઈમાં એક તરફ બહુ જલદી દહિસર અને અંધેરી વચ્ચે મેટ્રો ચાલુ થવાની છે. ત્યારે બીજી તરફ મેટ્રોને જોરદાર ફટકો પડયો છે. મેટ્રો માટે કોચ સપ્લાય કરનારી કંપનીએ કોચ સપ્લાય કરવાનો ઓર્ડર રદ કર્યો છે, તેને કારણે મેટ્રો-4 અને 4A મેટ્રો પ્રોજેક્ટ ને અસર થાય એવી શક્યતા છે.
ફ્રેંન્ચ એન્જિનિયરિંગ અગ્રણી કંપની અલ્સ્ટોમે બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશનને હસ્તગત કરી છે. પ્રોજેક્ટમાં થયેલા વિલંબને કારણે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટના મુંબઈ મેટ્રો-4 અને 4A માટે કોચ સપ્લાય કરવાના ઓર્ડરને તેણે રદ કર્યો છે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) રાજ્યમાં મેટ્રો પ્રોજેક્ટને અમલમાં મૂકી રહી છે. તેણે મેટ્રો-4 (વડાલા-થાણે-કાસરવડાવલી) અને મેટ્રો-4A (કાસરવડાવલી-ગાયમુખ) માટે 234 કોચ અથવા 39 ટ્રેનો સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ માર્ચ 2021માં બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશનને આપ્યો હતો.
મુંબઈના કોવિડ જંબો સેન્ટરને બંધ કરવાને લઈને મુંબઈ મનપા વિસામાણમાં … જાણો કેમ?
આ કંપની 1,198 કરોડની બિડ સાથે સૌથી નીચી બિડર તરીકે ઉભરી આવ્યા બાદ તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ કાર ડેપો માટે જમીન સોંપવામાં વિલંબ અને પ્રોજેક્ટ સાથેના અન્ય કારણથી થઈ રહેલા વિલંબને કારણે અલ્સ્ટોમને કોચ પૂરા પાડવાના કોન્ટ્રાક્ટથી પાછળ ખસી ગઈ છે.
MMRDAના મેટ્રોપોલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે એક અખબારને જણાવ્યા મુજબ પ્રોજેક્ટ ધીમે ધીમે ચાલી રહ્યો છે, હજુ સુધી માત્ર 5-10% કામ પૂર્ણ થયું છે. ડેપોની જમીન હજી ઉપલબ્ધ કરાવવાની બાકી છે. તેથી બોમ્બાર્ડિયરે મેટ્રો કોચર પૂરા પાડવાથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. તેઓએ કોન્ટ્રેક્ટરને રદ કરવાનો નિર્ણય લીધો છે.
એક અંગ્રેજી અખબારને અલ્સ્ટોમ કંપનીએ જણાવ્યા મુજબ “વિવિધ મોરચે વિલંબને કારણે પ્રોજેક્ટના અમલીકરણમાં પ્રગતિમાં એકંદરે અનેક પડકારો આવ્યા છે. તેથી આ કરાર સાથે આગળ ન વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે વડાલાથી કાસરવડાવલી સુધીની મેટ્રો લાઇન મેટ્રો-4 32 સ્ટેશનો સાથે 32.32 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવવાની છે. આ પ્રોજેક્ટનો હેતુ ઈસ્ટર્ન એક્સપ્રેસ રોડવે, સેન્ટ્રલ રેલ્વે, મોનો રેલ, ચાલુ મેટ્રો લાઈન 2B (ડીએન નગરથી મંડાલે), અને સૂચિત મેટ્રો લાઈન 5 (થાણેથી કલ્યાણ), મેટ્રો લાઈન 6 (સ્વામી સમર્થ નગરથી વિક્રોલી)ને જોડવાનો છે અને મેટ્રો લાઇન 8 (વડાલા થી જનરલ પોસ્ટ ઓફિસનો પણ તેમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને કારણે વર્તમાન મુસાફરીના સમયમાં 50% થી 75% જેટલો ઘટાડો થવાનો અંદાજ છે.