સરકારે દંડ ઉઘરાવવાનું શરૂ કર્યો, અનેક દુકાનો અને ઔદ્યોગિક એકમોને ટાર્ગેટ કર્યા. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,12 એપ્રિલ 2021.

સોમવાર.

        નવી મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડના નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાની શરૂઆત કરતાં નવી મુંબઈના દુકાનદારો અને એપીએમસીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

      નવી મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ, ‘નવી મુંબઈમાં કોરોનાના કેસમાં જબરો વધારો થઈ રહ્યો છે. આજે પણ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો ખુલ્લેઆમ કરફ્યુના નિયમો અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેથી અત્યારના ગંભીર સમયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કોવિડ ઍક્ટ મુજબ અમારી સ્ક્વૉડ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. આ દંડાત્મક કાર્યવાહીમાંથી જીવનાવશ્યક વસ્તુઓની દુકાનોને બાકાત રાખવામાં આવશે નહીં.'તુર્ભેના એક જનરલ સ્ટોરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય કોવિડના નિયમોનું પાલન ન કરી રહેલા સ્ટોરના ૧૦ કર્મચારીઓ પર મહાનગરપાલિકાએ ગુરુવાર ૮ માર્ચે દંડાત્મક કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાની સ્ક્વૉડે આ દુકાનદાર પાસેથી એક વ્યક્તિના ૧૦૦૦ રૂપિયા લેખે ૧૦ વ્યક્તિના ૧૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.

ચોંકાવનારા સમાચાર : મુંબઈમાં અનેક ખાનગી લેબોરેટરીએ કોરોના ની તપાસ કરવાનું બંધ કર્યું. આ છે કારણ..

    દર વખતે વેપારીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એવો આક્રોશ વ્યક્ત કરતાં આ દુકાનદારોએ કહ્યું હતું કે ‘એક રીટેલ સુપર સ્ટોરમાં અનાજ અને જનરલ આઇટમ ખરીદવા માટે લોકોની ભીડ જામે છે. આ સ્ટોર પર મહાનગરપાલિકા કોઈ જ દંડાત્મક કાર્યવાહી કરતી નથી. ત્યાં કોવિડના બધા જ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં આવા સ્ટોર બિન્દાસ કોઈના ડર વિના અત્યારે ધમધમી રહ્યા છે. શું કાયદો ફક્ત નાના દુકાનદારો માટે જ સરકારે બનાવ્યો છે. ઑલરેડી અમે પહેલા લૉકડાઉનમાં જ આર્થિક ભીંસમાં આવી ગયા છીએ અનેક ભાડાની દુકાનોમાં બિઝનેસ કરી રહેલા વેપારીઓ તો મુંબઈ છોડીને જતા રહ્યા છે. આમ જ ચાલશે તો દુકાનદારો તેમનો બિઝનેસ કેવી રીતે ચલાવશે. ખેડૂતો પછી હવે નાના દુકાનદારો આત્મહત્યા તરફ વળશે એવો ભય લાગી રહ્યો છે સરકાર પર પોતાનો રોષ ઠાલવતા દુકાનદારો જણાવે છે કે, 'સરકારી અધિકારી બધા જ કાયદા મનસ્વી રીતે બનાવે છે અને સરકાર એને આમ જનતા પર ઠોકી દે છે. એ સરાસર વેપારીઓ પર અન્યાય છે. સરકારની તિજોરી વેપારીઓ ટૅક્સ વસૂલ કરીને ભરી આપે છે, પણ એ જ વેપારીઓની બદતર હાલત વખતે એકેય રાજકીય પાર્ટી તેમના પડખે ઊભી રહેતી નથી.’

    ઉલ્લેખનીય છે કે,ગયા અઠવાડિયે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ કલ્યાણની ૩૦થી વધુ દુકાનોને કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More