News Continuous Bureau | Mumbai
Dahisar robbery : મુંબઈમાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ, ધાડના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઉત્તર મુંબઈમાં આવો જ એક લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ટક ટક ગેંગના એક સભ્યએ ધોળા દિવસે કાર ચાલકને ધાક ધમકી આપી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વ્યક્તિની સતર્કતાને કારણે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો…
Dahisar robbery : ટક ટક ગેંગના સભ્યએ લૂંટવાનો કર્યો પ્રયાસ
વાત જાણે એમ છે કે, ૧૩ ઓગસ્ટ ૨૦૨૪ ની સવારે જ્યારે રાહુલ મ્હાત્રે કારમાં ઓફિસ જવા નીકળ્યા ત્યારે દહિસર પશ્ચિમ વિઠ્ઠલ મંદિર પાસે ટક ટક ગેંગના સભ્યએ એમની ગાડી ની પાછળ આવ્યો અને પાસે વળતરની માગણી કરવા લાગ્યો. આ દરમિયાન એમની સાથે અભદ્ર ભાષામાં કહેવા લાગ્યો કે, તે મારા પગ પર ગાડી ચડાવી દીધી. જેના કારણે મારો મોબાઈલ પડી ગયો અને તેની સ્ક્રીન તૂટી ગઈ. અને પંદર હજાર માંગવા લાગ્યો. જોકે પછી લાંબી દલીલ પછી ૨૦૦૦ માગ્યા એમ કહીને કે મને મોડું થાય છે વાત ખતમ કરો. પણ રાહુલ મ્હાત્રે ડર્યા નહીં અને પોલીસને ફોન કરવાનું કહ્યું. તો યુવક ત્યાંથી ભાગી ગયો.
Dahisar robbery : આરોપી પોલીસના હિરાસતમાં
આ સમગ્ર મામલાની જાણ કારચાલક રાહુલ મ્હાત્રે એ એમના મિત્ર મિતેષ વ્યાસને કરી. તેમણે આ મામલાની એક પોસ્ટ એમના કાંદરપાડા એરિયાના વોટ્સએપ ગ્રુપ પર મૂકી. દરમિયાન આ ગ્રુપના મેમ્બર તેમ જ સિનિયર ક્રાઈમ રિપોર્ટર હેમલ માસ્ટર, જે ન્યૂઝ કન્ટિન્યુઝ સાથે સંકળાયેલા છે. તેમણે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી. તેમણે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોને ૧૧ ના શ્રી આનંદ ભોઇટે ને વાત કરી. એમને પણ તરત જ એમ.એચ.બી કોલોની ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી ડીટેકશન ટીમને એક્ટિવ કરી. તેમ જ તાત્કાલિક ઉક્ત જગ્યા પર જઈને શંકાસ્પદ આરોપીની શોધખોળ હાથ ધરી. આખરે ભારે જહેમત બાદ ગત ૪ સપ્ટેમ્બરના એ વ્યક્તિ ને દબોચી લીધો. આજે એ પોલીસના હિરાસતમાં છે. આ પછી દહિસર પશ્ચિમ ના કાંદરપાડા વોટ્સએપ ગ્રુપ માં વરિષ્ઠ પત્રકાર હેમલ માસ્ટરનો બધાં લોકો એ આભાર માન્યો.
આ સમાચાર પણ વાંચો : Ganeshotsav 2024 : ગણેશ ભક્તો માટે સારા સમાચાર, મુંબઈની આ મેટ્રો લાઈન અને બેસ્ટની બસો મોડી રાત્રે દોડશે…