News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra) સહિત દેશભરમાં આ વર્ષે કોરોના મહામારીના બે વર્ષ બાદ ગણેશ ચતુર્થી(Ganesh Chturthi) નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી તેમની હર્ષોલ્લાસ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
Bappaaa…. #LalBaughChaRaja #LalbaugchaRaja2022 #lalbaug #GanpatiVisarjan2022 #Mumbai pic.twitter.com/7so2BGhsQu
— Prashanth Bhat Biker (@AdriftRider) September 10, 2022
મુંબઈ(mumbai) ના જગપ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha Raja) ની શોભાયાત્રા ‘એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર’ સહિતના ગગનભેદી જય ઘોષ સાથે આજે શનિવારે સવારે 6.30 વાગ્યે ગિરગાંવ ચોપાટી(Girgaon Chowpaty) માં પ્રવેશી હતી.
આ સમાચાર પણ વાંચો : શનિદેવ ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે મકર રાશિમાં માર્ગી-આ ચાર રાશિઓ ના ખુલી જશે ભાગ્ય-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે
આ સમયે પ્રિય રાજાને વિદાય આપવા માટે ચોપાટી પર લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. 22 કલાકના ઉમંગ, ઉલ્લાસ અને ઢોલ-નગારાના તાલે ઝુલુસ બાદ લાલબાગના રાજાનું ગિરગાંવ સમુદ્રમાં શાહી વિસર્જન કરવામાં આવ્યું હતું. અને 'ગણપતિ બાપ્પા મોર્યા, પૂઢચ્યા વર્ષી લવકર યા…' ના નારા સાથે લાલબાગના રાજાને ભાવુક વિદાય આપવામાં આવી હતી.
Live video from #GirgaumChowpatty
Huge crowd assemble to bid farewell to #LalBaughChaRaja#bappamorya pic.twitter.com/7ABxGYSxAE— Lata Mishra (@lata_MIRROR) September 10, 2022