News Continuous Bureau | Mumbai
NCB Mumbai Raids: NCB મુંબઈ (NCB Mumbai) એ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ (Drug Syndicate) નો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drug) જપ્ત કરવામાં આવ્યું છે. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓ પણ સામેલ છે. બંને પાસેથી પાંચ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે કહ્યું છે કે, આ લોકોની મુંબઈના ખેતવાડી વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે લોકોએ ટૂથપેસ્ટ, કપડા, કોસ્મેટિક ટ્યુબ, સાબુ, બુટ અને મેકઅપ કીટમાં આવી બધી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવતા હતા. પાવડર ઉપરાંત દવાઓ પ્રવાહી અને પેસ્ટના રૂપમાં પણ ડ્રગ્સ છુપાવવામાં આવતી હતી.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસનો અંત હવે હાથવેંતમાં! આટલા લાખ લોકોને ગાઝા છોડવા ઈઝરાયેલનો આદેશ…જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…
ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ….
બંને મહિલાઓને બ્રાઝિલના(Brazil) સાઓ પાઉલો સ્થિત ગેંગ દ્વારા ડ્રગ્સ સાથે ભારત મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિન્ડિકેટનો પ્રમુખ પણ બ્રાઝિલમાં છે. તેઓને ડ્રગ્સની દાણચોરીના દરેક ટ્રીપ માટે ત્રણ હજાર યુએસ ડોલર મળતા હતા.
બીજા ઓપરેશનમાં NCBની ટીમે સપ્ટેમ્બરમાં ખારગઢમાંથી નાઈજીરિયાના પોલ ઈકેના ઉર્ફે બોસમેનનીઓ ધરપકડ કરી હતી. તેની પાસેથી બે કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે સાકીર અને સુફીયાનને ગુજરાતના સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
#WATCH | Maharashtra: Mumbai NCB seized drugs worth Rs 135 crore, including cocaine weighing more than 6 kgs and Alprazolam. The NCB has arrested nine people in this case including three foreign nationals: NCB, Mumbai
(Video Source: NCB, Mumbai) pic.twitter.com/KOTYWqfRoR
— ANI (@ANI) October 13, 2023