ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
દક્ષિણ મુંબઈમા તાડદેવમાં ૨૦ માળની સચીનમ હાઈટ્સમાં સોમવાર સવાર સુધીના સાત લોકોના મોત થયા છે. આગની દુર્ઘટનામા સમયસર મદદ મળે અને રહેવાસીઓ જ સૂચબુઝ વાપરે તો જાનહાની ટાળી શકાય છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને સ્વબચાવનો પાઠ ભણાવવાનો નિર્ણય લીધો છે.
આગ જેવી દુર્ઘટના સમયે મદદ મળી રહે તે પહેલાં પોતાનો બચાવ કેવી રીતે કરવો? અન્ય ની મદદ કઈ રીતે કરવી અને આવા સમયે શું કાળજી લઈ શકાય તેનું જ્ઞાન સામાન્ય નાગરિકોને હોવું આવશ્યક છે. તેથી આ તમામ બાબતો નો પાઠ સામાન્ય રહેવાસીઓને ભણાવવામાં આવવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ શનિવાર અને રવિવારના દિવસે હાઈરાઈસ બિલ્ડિંગના ઈમારતોના રહેવાસીઓનું ગ્રુપ બનાવીને તેમને ફાયરબ્રિગેડ દ્વારા આગ દરમિયાન પોતાનો અને અન્યનો કઈ રીતે બચાવ કરી શકાય તેમ જ આગ કેવી રીતે બુઝાવવી શકાય એની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે. બહુ જલદી તે બાબતે કાર્યવાહી ચાલુ કરવામાં આવશે એવું મેયર કિશોરી પેડણેકર કહ્યું છે.
મેયરે કહ્યું કે આગની દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ પહોંચીને બચાવ કાર્ય ચાલુ કરે તેની નાગરિકોએ રાહ જોતા બેસવાને બદલે હિંમતથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આગને કારણે નીકળતા ધુમાડાને કારણે નાગરિકોને વધુ ત્રાસ થાય છે. તેથી ધુમાડાથી બચવા શું કરવું જેવી ટ્રેનિંગ પણ બહુ મહત્વની સાબિત થશે.