News Continuous Bureau | Mumbai
મુંબઈમાં એક અઠવાડિયાથી વરસાદે પોરો ખાધો છે હવે બુધવારે ગણપતિ બાપ્પાના(Ganapati bappa) આગમન સાથે વરસાદ પણ ફરી એન્ટ્રી કરે એવી શક્યતા છે. બુધવારના મુંબઈ સહિત રાજ્યમં ફરી એક વખત હળવા ઝાપટા સાથે વરસાદ(Rainfall) પોતાની હાજરી પૂરાવવાનો હોવાનું હવામાન ખાતાએ(Weather department) કહ્યું છે.
મુંબઈમાં વરસાદ અચાનક ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે. બે દિવસથી વધુ સમયથી ભારે વરસાદ પડ્યો ન હોવાથી તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. બુધવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રીને આસપાસ પહોંચી જાય એવી શક્યતા છે. આ દરમિયાન ગણપતિ બાપ્પાના આગમનના મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ શુક્રવારથી મુંબઈમાં ફરી ચોમાસું(Monsoon) સક્રિય થાય એવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત
મુંબઈ છેલ્લા એક અઠવાડિયાથી આકરી ગરમી અને વરસાદની ગેરહાજરીનો મુંબઈગરા અનુભવ કરી રહ્યા છે. તેથી મુંબઈગરા વરસાદના આગમનની રાહ જોવી પડે છે. વરસાદની ગેરહાજરીમાં, મુંબઈના બંને વેધશાળા કેન્દ્રોમાં(observatory centers) ભેજનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચી ગયું છે. રવિવારે કોલાબામાં(Colaba) ભેજનું સ્તર 89 ટકા અને સાંતાક્રુઝ સેન્ટરમાં 84 ટકાએ પહોંચ્યું હતું. બંને કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કોલાબા કેન્દ્રમાં(Colaba Centre) લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને સાંતાક્રુઝ કેન્દ્રમાં 24.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. સોમવારથી મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે મંગળવારથી લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શશે એવી આગાહી હવામાન વિભાગે તેની બે દિવસની આગાહીમાં કરી છે.