ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના દર્દીની સંખ્યા 15,000 પર ગઈ છે. રોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે, તેમાંથી 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી.
મુંબઈમાં ઓમાઈક્રોનની એન્ટ્રી બાદ ડિસેમ્બર 2021થી કોવિડના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી ડિસેમ્બરના મુંબઈમાં 108 દર્દી હતા. તે સંખ્યા વધીને 15,000 પર પહોંચી ગઈ છે. જોકે મોટાભાગના દર્દીમાં અસિમ્પ્ટેટિક છે.
હાલ 89 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. તેથી તેમાંથી માત્ર 17થી 18 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કોઈ લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. માત્ર એક ટકા દર્દીને જ ઓક્સિજનની આવશ્યકતા જણાઈ છે.
