Site icon

IndiGo Flight Passengers: ઈન્ડિગોના મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને લીધું ભોજન, હવે કેન્દ્રએ એરલાઇન અને એરપોર્ટ સામે કરી આ કાર્યવાહી..

IndiGo Flight Passengers: એરપોર્ટ રનવે પર બેસીને ભોજન ખાતા મુસાફરોનો વીડિયો વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ આજે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને આ નોટિસ જારી કરી છે. આ વીડિયો વાયરલ થયા બાદ જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે બાદ આજે BCASએ ઈન્ડિગો તેમજ મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

IndiGo Flight Passengers Centre issues show cause notices to Mumbai airport, IndiGo over tarmac video

IndiGo Flight Passengers Centre issues show cause notices to Mumbai airport, IndiGo over tarmac video

News Continuous Bureau | Mumbai

IndiGo Flight Passengers: હાલ સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટ પર ટાર્મેક પર ભોજન કરતા મુસાફરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, MoCAના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. સાથે આ મામલે બંને પાસેથી જવાબ પણ માંગ્યો છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

 નાણાકીય દંડ સહિતની કાર્યવાહી

 મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગત મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ આ વાત સામે આવી હતી. નોટિસ અનુસાર, જો દિવસના અંત સુધીમાં જવાબ સબમિટ કરવામાં નહીં આવે, તો બ્યુરો એરલાઇન્સ અને એરપોર્ટ્સ સામે નાણાકીય દંડ સહિતની કાર્યવાહી કરશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya : શ્રી રામની નગરી ગુજરાતની સુવાસથી સુગંધિત થઈ, મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 108 ફૂટ લાંબી ધૂપ સળી પ્રગટાવવામાં આવી.. જુઓ વિડીયો

શું હતું વીડિયોમાં..

ગઈકાલે એટલે કે સોમવાર, 15 જાન્યુઆરી 2024 આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોવા મળે છે કે રાત્રીનો સમય છે, જ્યાં ઈન્ડિગો પ્લેન પાર્ક છે અને કેટલાક મુસાફરો નજીકમાં જમીન પર બેઠા છે. કેટલાકના હાથમાં ફોન છે, કેટલાક એકબીજા સાથે વાત કરી રહ્યા છે તો કેટલાક ભોજન કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઓપરેશનલ સમસ્યાઓના કારણે મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version