News Continuous Bureau | Mumbai
કાંદીવલીના(Kandivali) ચારકોપ વિસ્તારમાં(Charkop area) ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરમાંથી(gas cylinder) ગેરકાયદેસર રીતે કર્મશિયલ ઉપયોગ(Commercial use) માટેના સિલિન્ડરોમાં ગૅસ ભરવામાં આવતો હોવાની કાંદીવલીની ચારકોપ પોલીસને(Charkop Police) ટીપ મળી હતી.તેને આધારે ચારકોપ પોલીસે એન્ટી ટેરેઝિમ સ્કવોડની(Anti Terrorism Squad) મદદથી રેડ પાડીને ટોળકીને રંગે હાથે પકડી પાડી હતી અને 200થી વધુ ગૅસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. જપ્ત કરવામાં આવેલા માલની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાની જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘરમાં વાપરવામાં આવતા ગૅસ સિલિન્ડરમાંથી જોખમી રીતે કર્મશિયલ સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગૅસ ભરવામાં આવતો હતો. ચારકોપ પોલીસ સ્ટેશનની હદમાં IFCA કંપનીની સામેના રસ્તા પર આ ગેરકાયદે ધંધા(Illegal business) ચાલતા હતા. ટીમ મળ્યા બાદ રેડ પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 194 સિલિન્ડર, ગેસ પુલિંગ મોટર(Gas pulling motor),વજનનો કાંટો, એક ટેમ્પો મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : NCP નેતા નવાબ મલિકનો જેલવાસ લંબાશે- EDએ જામીનની અરજીનો કર્યો વિરોધ- આગળ ધર્યું આ કારણ
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપીમાં લિંગેશ્વર મંદિર(Lingeshwar Temple) ચારકોપ કાંદિવલી પશ્ચિમમાં રહેતા 32 વર્ષના માંગીલાલ રામકિશન બિશ્નોઈ અને કાંદીવલીમાં જ રહેતા 25 વર્ષના શ્રવણ કુમાર ગંગારામ બિશ્નોઈ અને ચારકોપમાં ભામ્બેરેકર નગર રહેતા તિરુમૂર્તિ પેરુમલ રાઠીની ધરપકડ કરવામાં આવી હતી.