ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મુંબઈમાં મેટ્રો ટ્રેનો શરૂ થાય તે પહેલા જ તેના સ્ટેશનનોના નામ બદલવાનું ચાલુ થઈ ગયું છે. અંધેરી(વેસ્ટ) ડી.એન.નગર-દહિસર વચ્ચેની મેટ્રો રેલમાં પહેલા આનંદ નગર સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું, હવે બીજા એક સ્ટેશનનું નામ બદલીને કાંદરપાડા નામ આપવામાં આવ્યું છે.
મેટ્રો-2 એના પહેલા તબક્કાની સેવા આગામી 15 દિવસમાં શરૂ થવાની છે. દહીસર(વેસ્ટ) લિંક રોડ ખાતે કાંદરપાડા પરિસરમાં બાંધવામાં આવેલા મેટ્રો સ્ટેશનનું નામ અગાઉ ભક્તિ કોમ્પલેક્સ મેટ્રો સ્ટેશન એવું આપવામાં આવ્યું હતું. તેની સામે સ્થાનિક નાગરિકો અને ભૂમિપુત્રોએ ભારે વિરોધ કર્યો હતો. તેને પગલે મેટ્રો પ્રશાસનને તેનું નામ બદલવાની ફરજ પડી છે. હવે મેટ્રો સ્ટેશનને કાંદરપાડા નામ આપવામાં આવ્યુ છે.
ભાજપના આ કેન્દ્રીય પ્રધાન મુંબઈ પોલીસ બાદ હવે BMCના ચક્કર માં ફસાયા. આ કારણથી તેમને મળી નોટિસ..
દહિસર(વેસ્ટ)માં કાંદરપાડા જૂનું ગામ છે. અહીં મુંબઈના આગરી-કોળી સમાજની મોટી વસ્તી છે. આ ગામની નજીક વિકસિત વિસ્તારને કાંદરપાડા તરીકે ઓળખવામાં આવે છે. મેટ્રો સ્ટેશનને ભક્તિ પાર્ક નામ આપવાથી કાંદરાપાડ આ પ્રાચીન નામ લુપ્ત થઈ જશે એવો ડર હતો. તેથી સ્થાનિક નાગરિકો અને નગરસેવકોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત એમએમઆરડીએને સ્ટેશનનું નામ કાંદરાપાડા રાખવાની માંગણી કરી હતી. છેવટે તેમની વિનંતીને માન્ય કરવામાં આવી હતી.