ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
રાજ ઠાકરેએ ગત દિવસો દરમિયાન નાણાર પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે મુખ્યમંત્રી સહિત તમામ પક્ષોના નેતાઓને વિનંતી કરતો પત્ર લખ્યો હતો. રાજ ઠાકરેના આ પત્ર લખ્યા બાદ શિવસેના એ રાજ ઠાકરેને ગુજરાતીઓનો દલાલ ગણાવ્યો હતો. હવે ભાજપે રાજ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો છે.
ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી એ કે જેઓ હાલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે તેમણે રાજ ઠાકરેને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે. પોતાના બે પાનાના પત્રમાં તેમણે કહ્યું છે કે નાણાર પ્રોજેક્ટ ને કારણે આશરે ૨૦૦૦ જેટલા કોંકણના રહેવાસીઓનો આર્થિક લાભ થવાનો છે તેમ જ ધંધા રોજગાર પણ વધશે.
આમ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ શું સમીકરણો પણ બદલાઈ રહ્યા છે? શું ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ પર સહમતી સધાઈ રહી છે? કે પછી પડદા પાછળ બીજું કશું ચાલી રહ્યું છે?