Site icon

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં હત્યા! લોકલ ટ્રેનમાં ચાકુ અને બેલ્ટ વડે હુમલામાં 55 વર્ષીય આધેડનું મોત, વિડીયો થયો વાયરલ

Mumbai: મુંબઈમાં ટિટવાલા - વાંસિદ વચ્ચે લોકલ ટ્રેનમાં ગેરસમજથી બે જુથને વિવાદ ફાટી નીકળ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાર મિનિટના વિડિયોમાં, આરોપીઓ આધેડ વ્યક્તિ પર બેલ્ટ અને ચાકુ વડે હુમલો કરતા નજરે ચડી રહ્યા હતા. જેમાં આ આધેડ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.

Mumbai 55-year-old man killed by belt and knife attack in Mumbai local train, passengers watched as spectators

Mumbai 55-year-old man killed by belt and knife attack in Mumbai local train, passengers watched as spectators

News Continuous Bureau | Mumbai

Mumbai: ટિટવાલા- વાસિંદ વચ્ચે 27 એપ્રિલના રોજ લોકલ ટ્રેનમાં ( Local Train ) બે જુથમાં ભારે વાવ- વિવાદ થયા બાદ છુટ્ટા હાથથી મારા- મારી સશસ્ત્ર હુમલામાં પરિણમી હતી. જેમાં એક જુથે ચાકુથી અને બેલ્ટથી હુમલો કરતા 55 વર્ષના એક આધેડ વ્યક્તિ દત્તા ભોઈરનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે સાત જણા સામે ગુનો નોંધી. બે આરોપીઓની ધરપકડ કરી હતી. તો પાંચ આરોપીને પકડી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રેનમાં બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર શહારપુર તાલુકાના ચાંદિવલી વિસ્તારમાં રહેતા મૃતક ભોઈર (ઉ.વ. 55) અને તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ઉલ્હાસનગરમાં એક હલ્દી કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમ પતાવી આ ચારેય લોકો ( Passenger ) ઘરે પાછા ફરિ રહ્યા હતા. આ લોકોએ કસારા જવા ટ્રેન પકડી હતી. આ લોકો ટ્રેનમાં આપસમાં મજાક- મસ્તી કરી રહ્યા હતા.

 Mumbai: આરોપીમાંથી એકે એક મહિલા પ્રવાસીનો મોબાઈલ ફોન પર ફોટો કાઢવાનો પ્રયાસ કર્યો હતો…

તે સમયે આરોપીમાંથી એકે એક મહિલા પ્રવાસીનો મોબાઈલ ફોન પર ફોટો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગેરસમજથી બે જુથ વચ્ચે વિવાદ ફાટી નીકળ્યો હતો. જે દરમિયાન મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા દત્તા ભોઈર ( Dattatray Bhoir ) પર આરોપીઓએ ચાકુથી અને બેલ્ટથી હુમલો ( Knife Attack ) કર્યો હતો. જેમાં ભોઈર ગંભીર રીતે ઘવાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Elections 2024 : ઓ તારી, કર્ણાટકના ઉપમુખ્યમંત્રીએ કોંગ્રેસી કાર્યકર્તાને લાફો ચોળી દીધો. વિડીયો વાયરલ થયો.

જ્યારે ભોઈરના અન્ય એક મિત્રને ભારે ઈજા થઈ હતી. બન્નેને પોલીસ ( Mumbai Police ) દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં દત્તા ભોઈરનું ગુરુવારે ઉપચાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટના બાદ પોલીસે સાત આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધીત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હાલ પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version