News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં આજે અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ જગ્યાએ આગ લાગી હતી. જો કે આ ત્રણેય આગની ઘટનાઓમાં ( Fire Incident ) કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. લોઅર પરેલ, સાકીનાકા ( Sakinaka ) અને કુર્લામાં ( Kurla ) એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ આજે બપોરે 1.30 કલાકે લોઅર પરેલના ( Lower Parel ) ફોનિક્સ મોલ ( Phoenix Mall ) વિસ્તારના ખુલ્લા પાર્કિંગ વિસ્તારમાં ( open parking ) અચાનક આગ ફાટી ( Fire Breaks Out ) નીકળી હતી. આ આગમાં અહીં પાર્ક કરેલી 25 થી 30 જેટલી બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી. આ અંગેની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આ પહેલા લોકોએ મોલમાં લગાવેલી હાઇડ્રેન્ટ લાઇનમાંથી પાણીનો પુરવઠો લઇ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
Fire at Phoenix mall, Lower Parel parking lot#Mumbai pic.twitter.com/g6u2funwVW
— Hublicity-eGroup (@HubliCityeGroup) December 25, 2023
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી…
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાથે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે, પ્રથમ બાઇકમાં આગ લાગી હતી અને બાકીની બાઇકને લપેટમાં લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray: રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ નહી… માત્ર VVIP લોકો માટે જ… ગિરીશ મહાજનને નિવેદન આપતા શિવસેના પર સાધ્યુ નિશાન
આગની બીજી ઘટના ચેમ્બુર વિસ્તારમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં બની હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આગની ત્રીજી ઘટના સાકીનાકાના કારખાનામાં બની હતી. આ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ફાયર બ્રિગેડના 8 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી.