News Continuous Bureau | Mumbai
Mumbai Air Quality: રાજ્યમાં મુંબઇ, પુણેના મોટા શહેરોમાં હવાના પ્રદૂષણમાં ( air pollution ) સતત વધારો થઇ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હવે માત્ર મુંબઇ અને પુણે જ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતું હોવાની વિગતો મળી છે. પાછાલં 24 કલાકમાં રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ( Air Quality Index ) સમાધાનકારક શ્રેણીમાંથી મોડરેટ શ્રેણીમાં પહોચ્યો છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળના ( Central Pollution Control Board ) આકંડાઓ પરથી આ ચિત્ર સ્પષ્ટ થયું છે.
પાછલાં 24 કલાકમાં રાજ્યમાં અનેક શહેરોમાં પ્રદૂષક 2.5 પીએમ, 10 પીએમ રજકણોની માત્રામાં વધારો થયો હોવાનું દેખાઇ રહ્યું છે. પુણેમાં NO2 જ્યારે જાલનામાં O3 પ્રદૂષકોમાં વધારો નોંધાયો છે. ઉલ્હાસનગરમાં હવાની સ્થિતી વધુ ખરાબ છે અહીં એર ક્વાલિટી ઇન્ડેકસ 213 પર પહોંચ્યો છે. જ્યારે જલગામાં આ આંકડો 199 પર પહોંચ્યો છે.
મુંબઇમાં હવા પ્રદૂષણની માતત્રામાં ઘટાડો નોંધાયો છે….
પૂર્વથી ફૂંકાતા પવન , પવનની ગતી, તાપમાનમાં થનારો ઘટાડો અને ડસ્ટ લિંફ્ટીંગને કારણે હવાની ગુણવત્તા બગડી છે. મુંબઇ મહાનગરપાલિકા દ્વારા હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને કારણે મુંબઇમાં હવા પ્રદૂષણની માતત્રામાં ઘટાડો નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: શુભમન ગિલે તોડ્યો હાશિમ અમલાનો આ મોટો રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ… વાંચો વિગતે અહીં..
પાછલાં કેટલાંક દિવસોથી દિલ્હીની હવાની ગુણવત્તા મુંબઇ અને પુણે કરતાં સારી છે. દિલ્હીમાં થયેલ વરસાદને કારણે પરિસ્થિતીમાં સુધારો થયો છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇનેક્ડસ 306 એટલે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતીએ પહોંચ્યો હતો. હાલમાં મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં પણ હવાનું પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે, તેથી લોકોએ તેમની તબીયતની કાળજી લેવી