ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
ઉત્તર મુંબઈમાં અત્યારે સરકારી જમીન અને સ્કૂલના ખુલ્લા મેદાન પર ટર્ફ બનાવવાનો ધંધો ફૂલ્યોફાલ્યો. આ ધંધામાં ધીકતી કમાણી છે.
આવા સ્ટેટસ સારા માં સારી રીતે ચાલતાં હોવાનું પ્રમુખ કારણ એમ છે કે મુંબઈ શહેરમાં ખુલ્લા મેદાનો પહેલે થી જ ઓછા છે. અને જે બચ્યા છે તેની ઉપર ગેરકાયદેસર ટર્ફ બનાવી નાખવામાં આવે છે. આથી બાળકોને રમવા માટે કોઈ જગ્યા બચતી નથી. પરિણામ સ્વરૂપ પ્રતિ 1 કલાક માટે ૧૫૦૦થી ૩૦૦૦ રૂપિયા ગણી આપવા પડે છે.
જોકે હવે મહાનગરપાલિકા સફાળી જાગી છે. બોરીવલી વિસ્તારના અનેક ટર્ફ પર મુંબઈ મહાનગરપાલિકા નો હથોડો ફરી વળ્યો છે. હાલમાં જ સાઈબાબા નગર ખાતે આવેલા આવા એક ટર્ફ પર પાલિકા જ્યારે કાર્યવાહી કરવા ગઈ ત્યારે ગુંડાગર્દી જોવા મળી. ટર્ફ ના માલિકોએ મહાનગર પાલિકાના અધિકારીઓને જ પૂરી દીધા. ત્યાર બાદ પોલીસને બોલાવવી પડી અને નાટ્યાત્મક રીતે કાર્યવાહી થઈ.
આમ બોરીવલી સહિત સમગ્ર ઉત્તર મુંબઈમાં ગેરકાયદેસર ટર્ફ ની વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે.