Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!

Mumbai Cyber Cell Fraud Case:ગોરેગાંવના રહેવાસી સાથે છેતરપિંડી મામલે પિંપળગાંવથી પિતરાઈ ભાઈઓની ધરપકડ; કમિશનની લાલચે બેંક ખાતા ભાડે આપ્યા હતા

by Janvi Soni
Mumbai Cyber Cell Busts Share Trading Scam: Two Brothers Arrested from Nashik for Defrauding Goregaon Resident of Rupees 89 Lakh

News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Cell Fraud Case:  મુંબઈ સાયબર સેલે શેર ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ગોરેગાંવના એક રહેવાસી સાથે ₹૮૯ લાખની ઠગાઈ કરવાના મામલે પોલીસે નાસિકના પિંપળગાંવ વિસ્તારમાંથી બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાઈની કુલ રકમમાંથી ₹૫૧ લાખ સીધા આ બંને ભાઈઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

વોટ્સએપ ગ્રુપ અને નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બિછાવી જાળ

આ કેસની વિગત મુજબ, ૫૪ વર્ષીય ફરિયાદીએ સોશિયલ મીડિયા પર શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની એક આકર્ષક જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કરતા જ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૧૦૦ થી ૧૫૦ સભ્યો હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી નકલી પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવવામાં આવ્યા હતા. લાલચમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹૮૯ લાખનું રોકાણ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ

‘SEBI ની તપાસ’નું બહાનું ધરી એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું

શરૂઆતમાં ફરિયાદીને એક નકલી એપ પર મોટો નફો થતો બતાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવાનો (Withdraw) પ્રયાસ કર્યો, ત્યારે ઠગ ટોળકીએ ‘SEBI ની તપાસ’ ચાલી રહી હોવાનું ખોટું બહાનું બતાવી તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. ત્યારબાદ એકાઉન્ટ ફરી ચાલુ કરવા માટે વધુ ૨૦% રકમની માંગણી કરી હતી. આ તબક્કે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે નોર્થ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો.

નાસિકના નિફાડ તાલુકામાંથી બે ભાઈઓની ધરપકડ

સાયબર સેલની ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીની રકમમાંથી ₹૫૧ લાખ નાસિકના નિફાડ તાલુકાની એક બેંકમાં ટ્રાન્સફર થયા છે. પોલીસે પિંપળગાંવમાં દરોડો પાડીને બે પિતરાઈ ભાઈઓની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ કમિશનની લાલચે પોતાના કરન્ટ એકાઉન્ટની વિગતો સાયબર માફિયાઓને ભાડે આપી હતી. પકડાયેલા બંને આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ હવે મુખ્ય સૂત્રધારોની શોધ કરી રહી છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More