News Continuous Bureau | Mumbai
Mumbai Fire : છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના ઘણા વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન આજે સવારે મુંબઈના કાલાચોકી વિસ્તારની મિન્ટ કોલોનીમાં ભીષણ આગ લાગી છે. આઠ સિલિન્ડર ફાટ્યા હોવાના અહેવાલ છે. હાલ આ આગના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
જુઓ વિડીયો
Explosion sound near #parel#Mumbai #MondayMorning pic.twitter.com/171iOyxLHC
— AG (@Amitgadia18) January 15, 2024
મહત્વનું છે કે આ ઝૂંપડપટ્ટીમાં લગભગ દોઢ હજાર લોકો રહે છે. પાલિકાના અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. સિલિન્ડર ફાટવા પાછળનું કારણ હજુ સુધી સમજી શકાયું નથી. દરમિયાન ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Munawwar rana : પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન, બીમારી સાથે લડતા લડતા 71 વર્ષે લીધા અંતિમ શ્વાસ