News Continuous Bureau | Mumbai
Mumbai Local રેલવે મંત્રાલયે ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવા માટે ‘રેલ વન’ એપ વિકસાવી છે. અત્યાર સુધી પ્રવાસીઓએ ટિકિટ અને પાસ માટે અલગ-અલગ સુવિધાઓનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે માસિક, ત્રિમાસિક અને છમાસિક પાસ માત્ર ‘રેલ વન’ એપ પર જ ઉપલબ્ધ થશે. આ એપમાં ટિકિટ બુકિંગની સાથે ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને પ્લેટફોર્મ નંબર જેવી સુવિધાઓ પણ એકસાથે આપવામાં આવી છે.
UTS એપ હવે પાસ માટે કામ નહીં કરે
નવા ફેરફાર મુજબ, પ્રવાસીઓ હવે UTS એપ દ્વારા નવો પાસ કાઢી શકશે નહીં કે જૂના પાસનું રિન્યુઅલ કરી શકશે નહીં. જોકે, જેમની પાસે અગાઉથી કઢાવેલા વેલિડ પાસ છે, તેઓ તેની મુદત પૂરી થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકશે. નવા પાસ માટે એન્ડ્રોઇડ અથવા iOS પરથી ‘રેલ વન’ એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે.
હાઈ-સ્પીડ પેમેન્ટ અને R-વોલેટની સુવિધા
પ્રવાસીઓને પેમેન્ટમાં પડતી ટેકનિકલ મુશ્કેલીઓ નિવારવા માટે આ એપમાં હાઈ-સ્પીડ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં UPI, નેટ બેંકિંગ અને કાર્ડ પેમેન્ટની સાથે ‘R-વોલેટ’ (R-Wallet) ની સુવિધા પણ મળશે. આનાથી પીક અવર્સ દરમિયાન સ્ટેશનો પર ટિકિટ બારીઓ પર લાગતી લાંબી લાઈનોમાંથી મુસાફરોને મુક્તિ મળશે.
આ સમાચાર પણ વાંચો : Indore Contaminated Water Death: ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’: ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, હોસ્પિટલો ફૂલ; પ્રદૂષિત પાણીએ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી
રેલવેની અપીલ
મધ્ય અને પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ સમય બચાવવા અને ટેકનિકલ ખામીઓથી બચવા માટે વધુમાં વધુ ‘રેલ વન’ એપનો ઉપયોગ કરે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ એપમાં ટિકિટ કેન્સલેશન અને રિફંડની પ્રક્રિયાને પણ વધુ પારદર્શક બનાવવામાં આવી છે.