News Continuous Bureau | Mumbai
Mumbai Local : મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ( Mumbai Central Station )પાસે લોકલ ટ્રેન ( Local train ) પાટા પરથી ઉતરી જવાની ઘટના તાજી હતી ત્યારે મરીન લાઈન્સ સ્ટેશન ( Marine Lines Station ) પર રવિવારે એક ભયાનક અકસ્માત ( Accident ) ટળી ગયો હતો. ચર્ચગેટથી બોરીવલી તરફ દોડતી લોકલનું કપલિંગ ( Coupling ) તૂટી જતાં ત્રણ કોચ અલગ પડી ગયા હતા. સદનસીબે ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતી હોવાથી સ્પીડ ધીમી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ સર્જાયેલા આ વિક્ષેપને કારણે ડાઉન સ્લો રોડ પર લગભગ અઢી કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જુઓ વિડીયો
#Local Train #Parting at Dn/Line, #MarineLines Stn, PF-1, @WesternRly
मेंटेनेंस में लापरवाही, सुपरविजन की कमी, #GM/#DRM की प्रशासनिक अक्षमता और अहंमन्यता का परिणाम है #MMCT की ये दूसरी घटना! इससे पहले #Yard में जाती लोकल डिरेल हुई!@RailMinIndia @AshwiniVaishnaw @Gmwrly @drmbct pic.twitter.com/n6OuTstTLH
— RAILWHISPERS (@Railwhispers) October 22, 2023
મુસાફરોને ઘણી અગવડ
પશ્ચિમ રેલવે ( western railway ) લાઇન પર ખાર-ગોરેગાંવ વચ્ચેના છઠ્ઠા માર્ગ માટે છેલ્લા આઠ દિવસથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરોને ઘણી અગવડ પડી રહી છે. દરમિયાન, રવિવારે સવારે 11.02 વાગ્યે, ચર્ચગેટથી બોરીવલી તરફ જતી લોકલ મરીન લાઇન સ્ટેશન પર જઈ રહી હતી, ત્યારે ચર્ચગેટ બાજુના ત્રણ કોચ ટ્રેનથી અલગ થઈ ગયા હતા. જેથી મોટરમેને તાત્કાલિક બ્રેક લગાવી દેતા દુર્ઘટના ટળી હતી. આ ગડબડ બાદ અલગ પડેલા કોચના મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. અઢી કલાક બાદ બપોરે 1.11 કલાકે લોકલને કારશેડમાં ખસેડાયા બાદ લોકલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Dog killed: ટ્રેનિંગના નામે ક્રૂરતા, ડોગ ટ્રેનરે જ આ રીતે કરી કુતરા ની હત્યા. કેમરામાં કેદ થઈ ઘટના. જુઓ વિડિયો
તપાસનો આદેશ
વેસ્ટર્ન રેલ્વે લાઇન પર લોકલ કપલિંગ તૂટવાની ઘટનાની રેલવે પ્રશાસને ગંભીર નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જે મુજબ સંબંધિત વિભાગના અધિકારીઓ કારશેડમાં જઈને લોકલના તૂટેલા કપલિંગનું નિરીક્ષણ કરશે.