News Continuous Bureau | Mumbai
Mumbai Metro: મુંબઈ મેટ્રોએ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવી સુવિધા શરુ કરી છે. જેના કારણે મુંબઈકરોએ હવે વારંવાર ટિકિટ ( Metro Ticket ) ખરીદવા માટે કતારોમાં ઉભા રહેવું પડશે નહીં. હવે મુસાફરોને તમામ મેટ્રો લાઇન માટે એક જ જગ્યાએથી ટિકિટ મળી રહેશે. હાલમાં, મેટ્રો 1 સિવાય, મેટ્રો 2A અને મેટ્રો 7 (ગુંદવલીથી અંધેરી વેસ્ટ વાયા દહિસર) મુંબઈમાં ચાલી રહી છે. મેટ્રો 2A અને મેટ્રો 7 લાઇન MMRDA ની માલિકીની છે. તેથી તે લાઇન માટે સંયુક્ત ટિકિટ લઈ શકાય છે. પરંતુ મેટ્રો 1ના રૂટ માટે અલગ ટિકિટ લેવી પડતી હતી. જોકે હવે તમામ રૂટ માટે એક જ ટિકિટ મળી રહેશે..
મેટ્રો 1 ( Metro 1 ) હવે MMRDAના નિયંત્રણ હેઠળ આવશે…
મેટ્રો 1, મેટ્રો 2A અને મેટ્રો 7 ગુંદવલી અને અંધેરી વેસ્ટ સ્ટેશન નજીક જોડાયેલ છે. પરંતુ તેમ છતાં મેટ્રો 1ની ટિકિટ અલગથી લેવી પડતી હતી. જો કે હવે આ રૂટ પણ એમએમઆરડીએ હેઠળ આવ્યા પછી, મુસાફરો ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર અને ગુંદવલીથી અંધેરી પશ્ચિમ એમ ત્રણ રૂટ પરના સ્ટેશનો માટે એક જ સંયુક્ત ટિકિટ મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: અંધેરીના આ વિસ્તારમાં કરાયું સ્વિમિંગ પૂલનું ઉદ્ધાટન… 2 એપ્રિલથી થશે શરુ..
ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર, રાજ્યની પ્રથમ મેટ્રો લાઇન આખરે હવે રાજ્ય સરકાર ( State Government ) દ્વારા MMRDAના નિયંત્રણ હેઠળ આવશે. આ રૂટ ખરીદવાના નિર્ણયને સોમવારે રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી. જેના કારણે હવે પાંચ વર્ષથી અટવાયેલ આ નિર્ણયને આખરે મંજુરી મળી ગઈ છે.