News Continuous Bureau | Mumbai
Mumbai Monorail મહારાષ્ટ્રના મુંબઈમાં મોનોરેલ ટ્રેન સાથે પરીક્ષણ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. મોનોરેલ પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેનો આગળનો અમુક ભાગ હવામાં ઉછળી ગયો હતો. સદનસીબે, અકસ્માત સમયે કોઈ પણ મુસાફર મોનોરેલમાં સવાર નહોતો, જેના કારણે એક મોટી દુર્ઘટના થતા થતા બચી ગઈ. ઘટના બન્યા બાદ MMRDA અને પોલીસના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો જાયજો લઈ રહ્યા છે.
મોનોરેલ સ્ટ્રક્ચર સાથે ટકરાતા અકસ્માત
મોનોરેલ ટ્રેન પાટા પરથી ઉતરીને રેલવેના સ્ટ્રક્ચર સાથે ટકરાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સમયે ટ્રેનમાં કોઈ યાત્રી ન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હતો. સમયસર બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાથી તેમને બચાવી લેવાયો હતો. આ ઘટનામાં ટ્રેનનું એલાઈનમેન્ટ પણ ક્ષતિગ્રસ્ત થયું છે. જે વિડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોનોરેલ સ્ટ્રક્ચર પર ઊભી છે, અને પાટા પરથી ઉતરવાના કારણે તે આગળ વધી શકી નહોતી. મોનોરેલનો આગળનો થોડો ભાગ હવામાં ઊંચો થયો હોય તેવું દેખાય છે.
આ સમાચાર પણ વાંચો : Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
મોનોરેલમાં વારંવાર આવતી ખરાબી
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં મોનોરેલનું સંચાલન અને જાળવણી MMRDAની સહાયક કંપની મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ કરે છે. મુંબઈની આ એકમાત્ર મોનોરેલ આ વર્ષના ચોમાસા દરમિયાન વારંવાર અવરોધો અને ટેકનિકલ ખામીઓના કારણે હાલમાં સેવા બહાર છે.મુસાફરો માટે આ સેવા ફરી શરૂ થઈ શકે, તે હેતુથી જ આ મોનોરેલનું પરીક્ષણ લેવામાં આવી રહ્યું હતું અને ત્યારે જ આજે ફરી આ અકસ્માત થયો છે. વારંવાર આવતી ખરાબીઓ અને આજે થયેલી આ દુર્ઘટનાએ મોનોરેલના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
मुंबई मोनो रेल संचालन करने वाली संस्था MMMOCL ने बताया की,‘एक नियमित सिग्नलिंग ट्रायल के दौरान एक मामूली घटना हुई। स्थिति को तुरंत नियंत्रण में ले लिया गया और किसी भी कर्मचारी या स्टाफ को कोई चोट नहीं आई’ ये मामूली घटना? #monorail @MMMOCL_Official @CMOMaharashtra @MMRDAOfficial pic.twitter.com/64k1YmezJu
— Mrityunjay Singh मृत्युंजय सिंह (@MrityunjayNews) November 5, 2025